હિન્દ ન્યુઝ, ગોધરા પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજ રોજ પંચમહોત્સવના બીજા દિવસે લોકગાયક હિમાલી વ્યાસ નાયકે સંગીત સંધ્યા રજૂ કરી હતી. કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ થકી થઈ હતી જેમાં ઘોઘંબાના ઝાબવાવ, પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. સુ. આસ્થા પટેલ હાલોલ દ્વારા ભરતનાટ્યમ રજૂ કરાયું હતું. રાવણ હથ્થા દ્વારા લોક સંગીત રજૂ કરાયું હતું. સ્થાનિક લોક ગાયક કાર્તિક પારેખ દ્વારા સંગીત રજૂ કરાયું હતું. આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ…
Read MoreDay: December 27, 2022
પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે જમણા અને ડાબા કાંઠા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, પાલીતાણા પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે શેત્રુજી સિંચાઇ યોજના માંથી ખેડૂતોના પિયત માટે 70 ક્યુસેક જમણા અને ડાબા કાંઠા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. પાલીતાણા ખાતે આવેલ ભાવનગર જિલ્લાની જીવા દોરી સમાન શેત્રુંજી ડેમમાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું હતું જેમાં જમણા કાંઠા અને ડાબા કાંઠા કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા તેમજ કાર્યપાલક ઈજનેર આશિષ બાલધિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી
Read Moreખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામ માં રહેતા જેહાન મલેક વોલ્લીબોલ માં થયા ગોલ્ડ મેડલ વિજેતા
હિન્દ ન્યુઝ, ગળતેશ્વર મલેક સમાજ નું ગૌરવ મલેક સમાજ માંથી મલેક જેહાન નજીર મહંમદ ગુજરાત યુથ ૨૫ નેશનલ ટીમ માં સિલેક્સન થયું ત્યાર બાદ ગુજરાત ટીમના કપ્તાન બન્યા અને આ ટીમ નેશનલ સ્પર્ધા રમવા મધ્ય પ્રદેશ રાજયના પન્ના શહેર માં બીજા રાજ્યો ની ટીમો ને હરાવી ફાઇનલ માં પોહંચિયા. ફાઇનલ માં હરિયાણા જે દેશમાં સારી ગણાતી ટીમ ને હરાવી અને મલેક જેહાન ટીમ નું પ્રતિનિધિત્વ કરી અને આખી સ્પર્ધા નું બેસ્ટ પ્લેયર અને બેસ્ટ સેટર તરીકે જાહેર કરવામાં આવ્યા ને ગોલ્ડ મેડલ વિજેતા થયા. રિપોર્ટર : મોહિન મલેક, ગળતેશ્વર
Read Moreકોવિડ-૧૯ ના તૈયારીના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર પ્રવર્તમાન સમયમાં કોરોનાના કેસોને ધ્યાને લઇ રાજ્ય સરકારની સાથે સાથે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ તમામ કામગીરીઓની સમીક્ષાના ભાગરૂપે આજરોજ કોવીડ – ૧૯ ની તૈયારીના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન કોન્સન્ટ્રેટર, દવાઓ તેમજ જરૂરી વસ્તુઓ માટે મોક-ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોર્પોરેશન કક્ષાની મોક-ડ્રિલ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર રૂવા ખાતે રાખાવામાં આવે હતી.જ્યાં PSA પ્લાન્ટનું મોકડ્રિલ કરવામાં આવ્યું હતુ. આ તકે મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયાએ જણાવ્યું કે, આગામી સમયમાં જો કોરોનાનું સંક્રમણ વધે તો તેનો સામનો કરી શકવા બદલ…
Read Moreજી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ખાતે કોવિડ સામેની તૈયારીઓની સમીક્ષાને લઈને મોકડ્રીલ યોજાઈ
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત સરકાર દ્વારા કોરોના વાઈરસને લઈને રાજ્યભરની હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા અને આરોગ્ય અધિકારીઓની હાજરીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન જી.કે.જનરલ હોસ્પિટલમાં સ્થિત ઓક્સિજન પ્લાન્ટ સહિત કોવિડ સારવારને લઈને ઉપલબ્ધ સુવિધાઓનો ખ્યાલ પદાધિકારીઓ અને અધિકારીઓએ મેળવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટ, ટ્રેક અને ટીટ્રમેન્ટ(3T)ની સ્ટ્રેટેજી મુજબ…
Read More