હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર ખાતે આધ્યશક્તિ માતાને મંદિરે “તમાકુ જીવનનો દુશ્મન” વિષય પર પરિસંવાદ યોજાયો જેમાં જુદા જુદા ગામડામાંથી આશા ફેસીલીટર આશા ડોક્ટરો વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઈ પંડિત કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી કુમાર, સુનિલભાઈ પટેલ, ડો. એન.પી. કુવાડીયા દ્વારા તમાકુ જીવનનો દુશ્મન છે તે અંગેનો પરિસંવાદ રજૂ કરી નવી પેઢીને આનાથી દૂર રાખવા મહેનત કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી. પી. બોરીચા, જિલ્લા તાલીમ ભવનના ડો. હરપાલસિંહ ગોહિલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રશાંતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો ચીફ (ભાવનગર) : ડો હકીમ ઝવેરી