હિન્દ ન્યુઝ, રાધનપુર
ઓલ ઇડિંયા રામાનુજન મેથ્સ કલબ-ગુજરાત ચેપ્ટર રાજય કક્ષાનો ગણિત મહોત્સવ યોજાયો હતો. ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, ચલાલા, તા.ધારી, જિલ્લો. અમરેલી આયોજિત રાજય કક્ષાનો ગણિત મહોત્સવ હરિબા મહિલા કોલેજ,ચલાલા મુકામે તા.૧૭-૧૮ ડિસેમ્બર દરમ્યાન યોજાઇ ગયો. જેમાં આ ગણિત મહોત્સવ માં શેઠ કે.બી. વકીલ હાઇસ્કુલ, રાધનપુર ના ચૌધરી મનોજ જયંતિભાઇ એ રોલ પ્લે સ્પર્ધા માં સમગ્ર રાજયમાં બીજો નંબર મેળવ્યો છે.કવિઝ સિનિયર સ્પર્ધા માં ચૌધરી મનોજ તેમજ ઠાકોર પ્રિન્સે ભાગ લઇ સમગ્ર રાજયમાં બીજો નંબર મેળવ્યો છે તેમજ ઇનોવેટિવ મોડલ સ્પર્ધા માં દરજી ધામિઁક મનોજભાઇ તેમજ ઠાકોર પ્રિન્સે ગણિત રસપ્રદ કરવાના મોડલ રજુ કરી સિલ્વર મેડલ કેટેગરી માં વિજેતા બન્યા હતા.શાળા ના શિક્ષક હષઁદભાઇ પટેલે ગણિત રસપ્રદ બનાવવાની પ્રવૃત્તિ મોડલ રજુ કરી સિલ્વર મેડલ કેટેગરી માં સ્થાન પ્રાપ્ત કયુઁ હતું.શાળા ના શિક્ષક કલ્પેશભાઇ અખાણી જેઓ રાજય રામાનુજન મેથ્સ કલબના પ્રમુખ છે તેમનું રાજયના ગણિત મહોત્સવ ના સફળ સંચાલન બદલ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ના ટ્રસ્ટી પુજય રતિદાદા તેમજ ઓલ ઇંડિયા રામાનુજન મેથ્સ કલબના પ્રમુખ ડો.ચંદ્રમૌલી જોષી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં શાળા ના આચાર્ય એન.એલ.ઓઝા,કલ્પેશ અખાણી, હષઁદભાઇ પટેલ,રાજેન્દ્ર પ્રજાપતિ, વિશ્નુભાઇ ઠાકોર, મેહુલદાન ગઢવીએ માગઁદશઁન આપ્યું હતું.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર