સાંતલપુરની ગરામડી માઇનોર કેનાલમાં ખેડૂતોને પાણી નહીં મળતા પાક સુકાવા લાગ્યો

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી માઇનોર કેનાલમાં હાલમાં જરૂરિયાતના સમયે પાણી આપવામાં નહિ આવતા ખેડૂતો માં ભારે રોષ જોવા મળ્યો છે.અને પાણી કેનાલમાં નહિ આવતા ખેડુતોના ખેતરોમાં વાવેતર કરવામાં આવેલ જીરું અને એરંડા સહિતનો પાક સુકાવા લાગ્યો હતો.ત્યારે ખેડૂતો દ્વારા અનેંક રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા પાણી આપવા બાબતે ઉદાસીનતા દાખવતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે.

ખેડૂતો દ્વારા ખેતરોમાં લાખોના ખર્ચાઓ કરીને વાવેતર કરવામાં આવેલ છે. હાલમાં ખેડૂતોને પાણીની જરૂરિયાત છે ત્યારે ગરામડી માઇનોર કેનાલમાં પાણી નહિ આવતા કેનાલના આધાર પર રહેલા 150 જેટલા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી હતી.ગરામડી માઇનોર કેનાલમાં પાણી નહી આવતા ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ ખેતરો સુકાઈ રહ્યા છે. અનેક રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવેલ હોવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા કોઈજ નક્કર કામગીરી કરવામાં નહિ આવતા ખેડુતોને હજુ સુધી કેનાલનું પાણી નાં મળવાને કારણે ખેડુતોના ખેતરોમાં જીરા અને એરંડા સહિતનો પાક સુકાતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી હતી.

ખેડૂતો દ્વારા કેનાલમાં પાણી આપવામાં આવે તેવી માંગ, પાણી ના આપવું હોય તો કેનાલ બંધ કરી દો :ખેડૂતો

ખેડૂતો :- અમારે અત્યારે પાણી જોઈએ છે અમે કેનાલમાં કામ કરતી એજન્સીઓ ને અનેક ફોન કરીએ છીએ નર્મદા અધિકારીઓને રજુઆત કરીએ છીએ પણ કોઈ અમારું સાંભળતું નથી. પાણીની અમારે જરૂરિયાત છે પાણી જ ન મળે તો કેનાલ બંધ કરી નાખો કેનાલમાં પાણી નથી આપવું તો કેનાલ સુ કામ બનાવી બંધ કરી નાખો કેનાલ તેવું ખેડુત રાણાભાઈ આહીર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અમારો પાક ખેતરમાં સુકાઈ રહ્યો છે : ગેલાભાઈ કોલી

ખેડૂત ગેલાભાઈના જણાવ્યા અનુસાર અમારે ખેતરમાં પાક સુકાઈ રહ્યો છે એરંડામાં પાણીની જરૂરિયાત છે. જીરામાં હજુ સુધી પાણી મળ્યું નથી પાણી વગર અમે ખેતી કેવી રીતે કરીએ ખર્ચાઓ કરીને ખેતરમાં વાવેતર કર્યું છે. પાક જ નહીં આવે તો ખેતરમાં કરેલો ખર્ચ પણ માથે પડશે ત્યારે અત્યારે અમારે પાણીની જરૂરિયાત છે તેવું ખેડૂતો એ જનાવવ્યું હતું.

રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર

Related posts

Leave a Comment