રાજકોટ શહેર ના મોદી સ્કુલ ફી દબાણના મુદ્દે ઓનલાઈન શિક્ષણના નામે ફીની ઉંઘાડી લુંટના વિરોધમાં ૧૦૦ થી વધુ વાલીઓ અને N.S.U.I ટીમે વિરોધ દર્શાવી સ્કુલના પ્રિન્સિપાલને રજુઆત કરી હતી

રાજકોટ,

તા.૧૦/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં અગાઉ મોદી સ્કૂલને ૨ લાખનો દંડ અને ૧૩ વર્ગ બંધ કરાયા હતા. તમામ વાલીઓની મુખ્ય માંગ એ જ છે કે વાલીઓને વિશ્ર્વાસમા લીધા વગર ઓનલાઈન શિક્ષણ ચાલુ કેમ કરવામા આવ્યુ. જ્યારે ફી નો મામલો હાઈકોર્ટમાં પેડીંગ છે. તો ફી માટે વાલીઓને રૂબરૂ બોલાવીને કેમ દબાણ કરવામા આવે છે. વાસ્તવિક શિક્ષણ ચાલુ થશે. ત્યારે તમામ વાલીઓ પોતાના બાળકને ફીના ચેક સાથે સ્કુલમાં પ્રવેશ કરશે. તેવી ખાતરી પણ વાલીઓએ આપી હતી. પરંતુ ઓનલાઈન શિક્ષણમા પોતાનુ બાળક અભ્યાસ ના કરતો હોવાથી તેઓ કોઈપણ પ્રકારની ફી નહી ભરે. N.S.U.I આગેવાનોએ વાલીઓના સમર્થનમાં રજુઆત કરી હતી. અને વાલીઓ દરેક પ્રશ્ર્ને તાત્કાલિક નિરાકરણ માટે સ્કુલના પ્રિન્સિપાલને ઉગ્ર રજુઆત કરી હતી. જો આ મુદે કોઈ નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલન મોદી સ્કુલ વિરુદ્ધ કરશે. જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત, મીત પટેલ, અભિરાજસિહ તલાટીયા, મોહીલ ડવ, પાર્થ બગડા ,ભાવેશ વેકરીયા સહીતની અટકાયત કરી હતી. આ રજુઆતમા વાલી આગેવાનો સુશીલ મણવર, નીલ ભાલોડી, આશિષ ગઢવી, અજય પાડલીયા, નયન પટેલ , ધવલ પાડલીયા, દેવાંગ પરમાર, મનીષાબેન સહીત વાલીઓ જોડાયા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment