વિરમગામ નગરપાલિકા ખાતે અલબદર સોસાયટી અને કાસમપુરા ની બહેનોની ઉગ્ર રજૂઆત

વિરમગામ,

વિરમગામના અલબદર સોસાયટી રૈયાપુર કાસમપુરામા સતત ઉભરાતી ગટરો થી જનતા પરેશાન થતાં આજરોજ વિરમગામ નગરપાલિકા ખાતે અલબદર સોસાયટી અને કાસમપુરા ની બહેનોની ઉગ્ર રજૂઆત વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસરને કરવામાં આવી અને તંત્રની નાકામી જનતાના રોષમાં જોવા મળી સાથે જ વિરમગામ વોર્ડ નંબર એકમાં અલીગઢ સદામ ની ચાલી હાથી તલાવડી માં પીવાના પાણી એકદમ ખરાબ આવવા થી પ્રજા પરેશાન છે. ઘણી બધી રજૂઆતો કરવા છતાં પણ પાણી દૂષિત આવે છે. વિરમગામ શહેરમાં સતત ઉભરાતી ગટરો થી પરેશાન પ્રજા જનો નગરપાલિકા‌‌ તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ત્યારે મોંઘાદાટ ભાડા ચુકવી શક્કર મશીન થી ગટરો સાફ કરવા ના બહાને દિવસો પસાર થતા હોવા છતાં પણ આગળ ની મેઈન ચેમ્બર નો‌ ફોલ્ટ ન પકડાતાં ફક્ત શક્કર મશીન ના નામે દેખાડો‌ કરવામાં આવે છે.

રિપોર્ટર : નસીબખાન મલેક, વિરમગામ

Related posts

Leave a Comment