પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હિરાબાના અવસાનથી ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

      અખબારી યાદીમાં મંત્રીએ જણાવ્યું હતુ કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના પૂજ્ય માતૃશ્રી હીરાબાના દેવલોક ગમનથી સમગ્ર ભારત અને ગુજરાતના લોકો શોકની લાગણી અનુભવી રહ્યા છે. પૂજ્ય હીરા બા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. એક માં અને પુત્ર વચ્ચેના પ્રેમને સમગ્ર વિશ્વએ નજર સમક્ષ જોયેલો છે એના આપડે સૌ સાક્ષી છીએ. રાષ્ટ્રના મહાપુરૂષ અને માન. પ્રધાનમંત્રીએ પોતાની માતાની અંતિમક્રીયા કાંધ આપીને એકદમ સાદગીથી પૂર્ણ કરી તેમાંથી પણ આપણે સૌએ પ્રેરણા લેવા જેવી છે. આજના આ દિવસે ન માત્ર ગુજરાત પરંતું સમગ્ર રાષ્ટ્રએ પોતાના એક આત્મજ ગુમાવ્યા છે. સ્વ.હીરાબાના પરિવારજનો ઉપર આવી પડેલ આ દુઃખને સહન કરવાની ઇશ્વર શકિત આપે તથા સદ્દગતનો આત્મા મોક્ષગતિ પ્રાપ્ત કરે તેવી પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના સહ દિલસોજી પાઠવ્યો છે.

Related posts

Leave a Comment