રોજગાર વાંછુક લોકો જોગ
હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટશાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેંકેબલ યોજના (SEP-G) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ. ૨,૦૦,૦૦૦/-ની વ્યક્તિગત લોન મળવાપાત્ર છે તેમજ રૂ. ૧૦,૦૦,૦૦૦/-ની મહત્તમ મર્યાદામાં જૂથલોન પણ રાષ્ટ્રીયકૃત બેંક મારફત મળવાપાત્ર છે. આ યોજનાના લાભાર્થીને ૭% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણજયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ કાર્ડ, બી.પી.એલ રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જન જાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકાર પુરસ્કૃત આયોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં ૭% થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો ૫ વર્ષથી ૭ વર્ષ રહેશે.
જરૂરીપ્રમાણપત્રો
· પાસપોર્ટ ફોટોગ્રાફ -૨
· ચુંટણી કાર્ડ
· આધાર કાર્ડ
· પાન કાર્ડ
· સ્કુલ લીવીંગ/જન્મનો દાખલો
· મકાનવેરા બિલ
· ડ્રાઈવિંગ લાયસન્સ (વાહન લોન માટે)
· લાઈટ બિલ
· ભાડે રહેતા હોય તો ભાડા ચિઠ્ઠી /સહમતી પત્રક
· ક્વોટેશન ઓરિજિનલ
· બેંકખાતાની પાસબુકની નકલ
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડૉ.આંબેડકરભવન NULM-CELL રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર, પ્રથમમાળ ખાતે સંપર્ક કરવો.