ભાવનગર જિલ્લામાં ૪૯ મતદાન મથકો સખી મતદાન મથકો તૈયાર કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર

વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં મહિલાઓ મતદાન કરવા માટે પ્રેરાય અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી.કે.પારેખના માર્ગદર્શન હેઠળ ૯૯-મહુવા, ૧૦૦-તળાજા, ૧૦૧-ગારીયાધાર, ૧૦૨-પાલિતાણા, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય, ૧૦૪-ભાવનગર પૂર્વ અને ૧૦૫-ભાવનગર પશ્ચિમ મતદાર વિભાગમાં કુલ ૪૯ મતદાન મથકો “ખાસ સખી મતદાન મથક” તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે.

૯૯-મહુવા વિધાનસભા મતદાર વિભાગમાં ૧૨૧ મહુવા-૨૫, ૧૨૩ મહુવા-૨૭, ૧૨૫ મહુવા-૨૯,૧૩૮ મહુવા-૪૨, ૧૩૯ મહુવા-૪૩, ૧૫૦ મહુવા-૫૪, ૧૮૬ ભાદ્રોડ-૧ સહિતના મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે.

૧૦૦-તળાજા વિધાનસભા મતદાર વિભાગમાં ૧૧૭ તળાજા-૨, ૧૧૮ તળાજા-૩, ૧૧૯ તળાજા-૪, ૧૨૬ તળાજા-૧૧, ૧૩૧ તળાજા-૧૬, ૧૩૩ તળાજા-૧૮ અને ૧૩૪ તળાજા-૧૯ મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે.

૧૦૧-ગારીયાધાર વિધાનસભા મતદાર વિભાગમાં ૯૨ ગારીયાધાર-૧, ૯૪ ગારીયાધાર-૩, ૯૭ ગારીયાધાર-૬, ૯૯ ગારીયાધાર-૮, ૧૦૦ ગારીયાધાર-૯, ૧૧૬ ગારીયાધાર-૨૫ અને ૧૧૭ ગારીયાધાર-૨૬ ખાતે મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે.

૧૦૨-પાલિતાણા વિધાનસભા મતદાર વિભાગમાં ૨૬૨ ગણેશ નગર પ્રાથમિક શાળા રૂમ નંબર-૨ પાલીતાણા, ૨૬૪ સિંધી કેમ્પ પ્રાથમિક શાળા પશ્ચિમ બાજુનો રૂમ-૨ પાલીતાણા, ૨૭૮ સ્વામી વિવેકાનંદ કે. વી. શાળા નવું બિલ્ડિંગ રૂમ નં -૧ કોર્ટ રોડ પાલીતાણા, ૨૮૫ નગરપાલિકા કચેરી વચ્ચેના રૂમની નીચે પાલીતાણા, ૨૯૨ ગાયત્રી મંદિર કે. વી. શાળા નવું બિલ્ડીંગ, રહેમાનદાદાની વાડી, ઘેટી રીંગ રોડ રૂમ નં ૧ પાલીતાણા, ૩૦૬ નગરપાલિકા હાઇસ્કુલ પાલીતાણા રૂમ નં ૨ સાડી ભવનની સામે પાલીતાણા, ૩૦૯ સી. એમ. વિદ્યાલય પૂર્વની બાજુનો રૂમ નં ૧ શેત્રુંજી હોસ્પિટલની નજીક તળેટી રોડ ખાતે મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે.

૧૦૩ ભાવનગર ગ્રામ્ય ૧૦૬ સીદસર-૬ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોસ્ટેલ, ૧૨૧ અધેવાડા-૮ દિવ્ય જ્યોત શાળા, ૨૧૩ શિહોર-૩૦ એલ.ડી. મુનિ હાઇસ્કુલ શિહોર, ૨૨૪ શિહોર-૪૦ જે. જે. મહેતા ગર્લ્સ હાઇસ્કુલ, ૨૨૬ શિહોર-૪૨, જે. જે. મહેતા ગર્લ્સ હાઇસ્કુલ, ૩૧૫ ઘોઘા-૮ ઘોઘા ઇંગ્લિશ સ્કૂલ, ૩૨૦ ઘોઘા-૧૩ ઘોઘા ઇંગ્લિશ સ્કૂલ ખાતે મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે.

૧૦૪ ભાવનગર પૂર્વ ૧૧૨ ભાવનગર-૮૯, કૃષ્ણકુમારસિંહજી એવેન્યુ, મિત્ર મંડળની પશ્ચિમ બાજુ, રૂમ નં-૪, મહિલા કોલેજ પાછળ પ્લોટ નં. ૯૩૮, ૯૪ ભાવનગર-૭૨ એન. સી. ગાંધી મહિલા કોલેજ રૂમ નં-૨ ડાયમંડ ચોક, ૧૪૭ ભાવનગર-૧૨૫ સેન્ટ મેરી હાઈસ્કૂલ,અરણ્ય એલ. કે. જી/એ રૂમ, ઘોઘા રોડ, ૧૫૭ ભાવનગર 135 બી. એમ. કોમર્સ હાઇસ્કુલ, શિક્ષણ ભવન રૂમ નં-૬, ઘોઘા સર્કલ, ૨૧૬ ભાવનગર-૧૯૪ વંદન વિદ્યાર્થી ઘર, રૂમ નં. ૧૦ હીલ ડ્રાઈવ, ૨૦૭ ભાવનગર-૧૮૫ રઘુકુલ પ્રાથમિક શાળા, ભારત એકેક્ષ રૂમ નં. ૪, ૮૩ ભાવનગર-૬૧ જલારામ બાપા પ્રાથમિક શાળા નં. ૧૪, રૂમ નં. ૨-અંદર ખાતે મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે.

૧૦૫ ભાવનગર પશ્ચિમ ૧૫૬ ભાવનગર-૧૩૮, ૧૭૫ ભાવનગર-૧૫૭, ૧૬૪ ભાવનગર-૧૪૬, ૧૮૨ ભાવનગર-૧૬૪, ૧૮૩ ભાવનગર-૧૬૫, ૧૮૪ ભાવનગર-૧૬૬, ૧૮૬ ભાવનગર-૧૬૮ ખાતે મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે.

આ મતદાન મથકોમાં ચૂંટણીને લગતી તમામ કામગીરી મહિલાઓ દ્વારા કરવા આવશે ત્યારે આ “અવસર”માં ભાવનગર જિલ્લાનાં વધુમાં વધુ મહિલાઓ જોડાય તેમજ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનાં મહાપર્વમાં સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા સવિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.

Related posts

Leave a Comment