હિન્દ ન્યુઝ, ભુજ ભારતના ચૂંટણી પંચ તરફથી તમામ નાગરિકોને અપીલ કરાઇ છે કે કોઈપણ વ્યકિતને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદેશથી, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઈ પણ લાંચ લેતી કે આપતી કોઈપણ વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-ખ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. વધુમાં, કોઈપણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈપણ વ્યકિતને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપતી કોઈપણ વ્યકિત, ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧–ગ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બન્ને શિક્ષાને પાત્ર છે. લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ…
Read MoreDay: November 3, 2022
બુથ લેવલ અધિકારીઓ માટે ૫૧,૭૮૨ મતદાન મથકોએ ‘ચુનાવ પાઠશાલા’નું આયોજન : મતદાન મથકોએ વિશેષ સુવિધા : સેલ્ફી બુથ અને શપથ જેવા રચનાત્મક કાર્યક્રમોનું આયોજન
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં ગત ચૂંટણીઓમાં પ્રમાણમાં જ્યાં ઓછું મતદાન થયું હતું તેવા ૨૦૨૨ મતદાન મથકોને ધ્યાનમાં લઈને આ વિસ્તારોમાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ‘મિશન-૨૦૨૨’ હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં તા. ૩ નવેમ્બર થી ૧૭ નવેમ્બર દરમિયાન ‘અવસર રથ’ ફરશે અને મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયત્નો કરશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ આજે ગાંધીનગર કલેકટર કચેરી ખાતેથી ‘અવસર રથ’ને પ્રસ્થાન…
Read Moreરણઉત્સવનો વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યના હસ્તે સાદગી પૂર્ણ પ્રારંભ
હિન્દ ન્યૂઝ, ભુજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને અવિકસીત કચ્છને વિશ્વના નકશામાં મુકવાનું સ્વપ્ન ખરા અર્થમાં સાકાર થયું છે. રણ ઉત્સવ આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત થતા ટુરીસ્ટનુ મનપસંદ સ્થાન બન્યું છે. જેના કારણે છેલ્લા નવ વર્ષમાં અહીં 25 લાખથી વધુ પ્રવાસીઓ આવીને સફેદ રણને માણી ચૂક્યા છે એવું સાદગીપૂર્ણ રીતે રણોત્સવને ખુલ્લું મુકતા વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું. રણોત્સવને લોકાર્પિત કરતા વિધાનસભા અધ્યક્ષએ સૌ પ્રથમ ક્રાફ્ટ માર્કેટમાં હસ્તકલા કારીગરોના સ્ટોલની મુલાકાત લીધી હતી અને તેમની આંગળીના ટેરવે આકાર પામેલી પ્રોડક્ટોને જોઈને રાજીપો વ્યક્ત કર્યો…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નાના મોવા મેઇન રોડ, જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નાના મોવા મેઇન રોડ, જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૩ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધ, દૂધની બનાવટ, બેકરી પ્રોડક્ટ તથા ખાદ્ય તેલના કુલ ૧૩ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૩ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૦૧)જલારામ ફરસાણ & સ્વીટ માર્ટ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૨)મુરલીધર સ્વીટ & ફરસાણ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૩)બંસીધર ડેરી -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ તથા (૦૪)શ્રી ચામુંડા ડેરી ડેરી ફાર્મ (૦૫)શ્રી રામ ફરસાણ (૦૬)શ્રી નાથજી ડેરી ફાર્મ (૦૭)વૃંદાવન ડેરી ફાર્મ (૦૮)ગંગોત્રી ડેરી એન્ડ આઇસક્રીમ પાર્લર (૦૯)કનૈયા પાર્લર (૧૦)રાધે શ્યામ…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV -રાજકોટ રાજપથ લી.દ્વારા તા.૨૪/૧૦/૨૦૨૨ થી તા.૩૦/૧૦/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરી
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV -રાજકોટ રાજપથ લી.દ્વારા ગત તા.૨૪/૧૦/૨૦૨૨ થી તા.૩૦/૧૦/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે. ૧. સિટી બસ (RMTS) સેવા જનરલ- રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર૯૫સિટી બસ દ્વારાપરિવહન સેવાપુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવા (RMTS)માંતા.૨૪/૧૦/૨૦૨૨ થી તા.૩0/૧૦/૨૦૨૨દરમિયાન કુલ અંદાજીત ૧,૧૮,૭૦૦કિ.મી. ચાલેલ છે. તથા કુલ૮૭,૪૮૫મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. સિટી બસમાં થયેલ કામગીરી:- સિટી બસના બસ…
Read Moreમોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાર્થનાસભા યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોના આત્માઓને શાંતિ માટે આજે તા. ૦૨/૧૧/૨૦૨૨ના રોજ બુધવારે સવારે ૧૧:૦૦ કલાકે સેન્ટ્રલ ઝોન કચેરીમાં પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૌન પાળી અને શાંતિ પ્રાર્થના કરી તેમજ ભજનીકો દ્વારા ભક્તિ ભજન કરી, દિવંગતોના આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. આ પ્રાર્થનાસભામાં મેયરડૉ. પ્રદિપ ડવ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિપક્ષ નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા,…
Read Moreવિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય આજે કચ્છમાં
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય તા.૩/૧૧/૨૦૨૨ના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ તા.૩/૧૧ના સવારે ૮ કલાકે ચંગલેશ્વર મહાદેવ પાસે, પ્રમુખ સ્વામીનગર, ભુજ મધ્યે રાજય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ૯૦ અને ૧૩૫ ચોરસ મીટરના ફાળવેલ પ્લોટના જમીનના ભૂમિ પૂજન કાર્યક્રમમાં હાજરી. સવારે ૧૦ કલાકે ધોરડો મુકામે ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા આયોજિત રણ ઉત્સવ-૨૦૨૨-૨૩ના ઉદઘાટન સમારોહ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. બપોરે ૧૩.૩૦ કલાકે મુ.સુમરાસર (શેખ) તા.ભુજ ખાતે પી.એચ.સી.સેન્ટરના ગૃહ પ્રવેશ કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૧૪.૩૦ કલાકે ભુજ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના લોકાર્પણ…
Read More