વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત મતદાનના દિવસને રજા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તા. ૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ ને ગુરુવારના રોજ ભાવનગર જિલ્લામાં જાહેર રજા રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તા. ૦૧ ડીસેમ્બર, ૨૦૨૨ ગુરૂવારના રોજ પ્રથમ ચરણમાં (૧) કચ્છ (ર) સુરેન્દ્રનગર (૩) મોરબી (૪) રાજકોટ ( ૫ ) જામનગર (૬) દેવભૂમિ દ્વારકા (૭) પોરબંદર (૮) જુનાગઢ (૯) ગીર સોમનાથ (૧૦) અમરેલી ( ૧૧ ) ભાવનગર ( ૧૨ ) બોટાદ ( ૧૩ ) નર્મદા (૧૪) ભરૂચ (૧૫) સુરત ( ૧૬ ) તાપી (૧૭) ડાંગ ( ૧૮…

Read More

ભાવનગરમાં વિધાનસભા ચુંટણી અંતર્ગત કાઉન્ટીંગ સેન્ટર તથા સ્ટ્રોંગરૂમ કામગીરી અંગે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત વિધાનસભા ચુંટણી -૨૦૨૨ કાઉન્ટીંગ સેન્ટર તથા સ્ટ્રોંગરૂમ આનુસગીક કામગીરી અંગે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ. વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ના અંતર્ગત ભાવનગર જિલ્લામાં સમાવિષ્ઠ તમામ ૭ (સાત) મતદાર વિભાગની મતગણતરી મધ્યસ્થ મતગણતરી કેન્દ્ર સરકારી ઇજનેર કોલેજ, ભાવનગર ખાતે નક્કી કરવામાં આવેલ છે મતદાનની તા .૦૧/૧૨/૨૦૨૨ તથા મતગણતરીની તા .૦૮/૧૨/૨૦૨૨ નક્કી થયેલ છે. મતદાનની તારીખે મતદાન પૂર્ણ થયા બાદ દરેક વિધાનસભાવારના EVM મશીનો મધ્યસ્થ કાઉન્ટીંગ સેન્ટરના સ્ટ્રોંગરૂપ ખાતે મૂકવાનાં થાય છે. જેથી તે પુર્વે ચુંટણી અધિકારીની માર્ગદર્શન તળે અને ભારતના ચુંટણી…

Read More

પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારોઃ બીજા તબક્કામાં 1515 ઉમેદવારીપત્રો ભરાયા : શ્રીમતી પી. ભારતી

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ ચરણમાં 89 બેઠક માટે આગામી તા.01 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની આખરી તા.17 નવેમ્બર પછી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ, જ્યારે સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે. ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી…

Read More

વિધાનસભાની ચુંટણી સંદર્ભે મતદાર ફોટો ઓળખપત્ર દ્વારા ઓળખ સ્થાપિત કરી શકાતી હોય તો સ્પેલિંગમાં થયેલી ભૂલો વગેરેને ધ્યાનમાં લેવી નહિ

હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ સંદર્ભે મતદાર ફોટો ઓળખપત્રની બાબતમાં જો મતદારની ઓળખ મતદાર ફોટો ઓળખપત્ર દ્વારા સ્થાપિત કરી શકાતી હોય તો તેમાં થયેલી કારકૂની ભૂલો, સ્પેલિંગમાં થયેલી ભૂલો વગેરેને ધ્યાનમાં લેવી નહિ. મતદાર અન્ય વિધાનસભા મતવિભાગના મતદાર નોંધણી અધિકારી દ્વારા ઇસ્યુ કરેલુ મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરે તો, આવું મતદાર ફોટો ઓળખપત્ર ઓળખ માટે ત્યારે જ સ્વીકારવામાં આવશે, જ્યારે મતદાર મતદાન માટે જે મતદાન મથકે ગયા હોય તેની મતદારયાદીમાં મતદારનું નામ નોંધાયેલ હશે. ફોટોગ્રાફમાં અસામ્યતાને જો કારણે મતદારની ઓળખ સ્થાપિત કરવી શક્ય ન હોય તો, મતદારે ચુંટણી પંચ…

Read More

વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાન કરવા અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત મતદારને મતદાન કરવા અંગેની જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ મતદાન પૂરું થવાના સમયે હરોળમાં ઉભેલા તમામ મતદારોને મતદાન કરવા દેવામાં આવશે. મહિલા મતદારો માટે અલગ હરોળની વ્યવસ્થા ઊભી કરાશે તેમજ વરિષ્ઠ નાગરિકોને મતદાન માટે અગ્રતા ક્રમ આપવામાં આવશે. અંધ અને અશક્ત મતદારોને તેમનો મત નોંધવા માટે પુખ્ત વયના સાથી કે સહાયકને મત કુટિરમાં સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવશે. મતદાન મથકમાં મોબાઈલ ફોન અને કેમેરા જેવા ગેઝેટ સાથે લઈ જવાની પરવાનગી નથી. કોઈ ખાસ ઉમેદવારને મત આપવા માટે…

Read More

ભાવનગર શહેરમાં ત્રણ સ્થળોએ સેલ્ફી ઝોન ઉભા કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર શહેરમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ફર્સ્ટટાઇમ વોટર એટલે કે યુવાઓના મતદાનમાં સમગ્ર રાજ્યમાં બીજા નંબરે રહ્યુ છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યુવાઓને મતદાન કરવા અંગે પ્રેરિત થવા નવતર અભીગમ હાથ ધરવામાં આવેલ છે. ભાવનગર શહેરમાં આવેલ વિવિધ ત્રણ સ્થળો પૈકી કલેક્ટર કચેરીની સામે આવેલ સ્માર્ટ બજાર, હિમાલીયા મોલ તેમજ અકવાડા લેક ફ્રન્ટ ખાતે આ સેલ્ફી ઝોન ઉભા કરવામાં આવ્યાં છે. ભાવનગર જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખ દ્વારા કલેક્ટર કચેરી સામે આવેલ સ્માર્ટ બજારમાં ઉભુ કરાયેલ સેલ્ફી ઝોનની મુલાકાત લીધી…

Read More

કચ્છના રણમાં સોઈલ ટેસ્ટિંગ માટે ખાનગી કંપની એ તંબુ તાણ્યા, સ્થાનિક તંત્ર અજાણ.!

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા ના ચારણકા ગામની નજીક સોલાર પાર્કના પાછળના વિસ્તારમાં કચ્છના મોટા રણમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા હેવી મશીનરી ગોઠવી ખોદકામની કામગીરી શરૂ કરાઈ છે. જોકે આ કામગીરી બાબતે સ્થાનિક સરકારી વિભાગ જોડે કોઈ જ પ્રકારની મંજૂરી જ લેવામાં આવી નથી. નવાઈની વાત તો એ છે કે આ બાબતે ઘુડખર અભ્યારણ નજીક હોવા છતાં ઘુડખર વિભાગ પણ આ બાબતે અજાણ હોવાનો રાગ આલાપ્યો હતો. બીજી તરફ પ્રાઇવેટ કંપની દ્વારા રણમાં જ તંબુ તાણીને રહેણાંક કરીને સોઇલ ટેસ્ટિંગ ની કામગીરી શરૂ કરી છે.…

Read More

સાંતલપુર ડાભી ઉનરોડ માં અસામાજિક તત્વોનો આતંક, ધોળા દિવસે નવ યુવાન ની હત્યા

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના સાંતલપુરના ડાભી ઉનરોડ માં અસામાજિક તત્વોનો આતંક ધોળા દિવસે નવ યુવાન ની હત્યા નો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. થોડા દિવસો અગાઉ હારીજ માં યુવાન ની ખુલ્લેઆમ આમ હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવ બાદ ફરીથી પાટણ જિલ્લા ના તાલુકે ફરી અસામાજિક તત્ત્વો દ્વારા નવ યુવાન ની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. સાંતલપુર તાલુકાના ડાભી ઉનરોડ ગામે નવ યુવાન ની ખુલ્લેઆમ હત્યા કરી દેતા પરિવારજનો માં શોક ની…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટીની ચકાસણી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કૃષ્ણનગર મેઇન રોડ-મવડી વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધ, ઘી, ડેરી પ્રોડક્ટસ, ચીકી, ખાદ્યતેલ વગેરેના કુલ ૧૨ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૫ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.  (૦૧) બાલાજી ભવાની ફરસાણ & સ્વીટ પેઢીમાં ચકાસણી દરમિયાન ઉપયોગમાં લેવાતું દાજિયું તેલનો આશરે ૫ kg જથ્થાનો નાશ કરવામાં આવેલ. (૦૨) રવેચી ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૩) શ્રી બાલાજી સોપારી -લાઇસન્સ…

Read More