વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત મતદાનના દિવસને રજા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તા. ૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ ને ગુરુવારના રોજ ભાવનગર જિલ્લામાં જાહેર રજા રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તા. ૦૧ ડીસેમ્બર, ૨૦૨૨ ગુરૂવારના રોજ પ્રથમ ચરણમાં (૧) કચ્છ (ર) સુરેન્દ્રનગર (૩) મોરબી (૪) રાજકોટ ( ૫ ) જામનગર (૬) દેવભૂમિ દ્વારકા (૭) પોરબંદર (૮) જુનાગઢ (૯) ગીર સોમનાથ (૧૦) અમરેલી ( ૧૧ ) ભાવનગર ( ૧૨ ) બોટાદ ( ૧૩ ) નર્મદા (૧૪) ભરૂચ (૧૫) સુરત ( ૧૬ ) તાપી (૧૭) ડાંગ ( ૧૮ ) નવસારી ( ૧૯ ) વલસાડ અને તા. ૦૫/૧૨/૨૦૨૨, સોમવારના રોજ બીજા ચરણમાં ( ૧ ) બનાસકાંઠા ( ર ) પાટણ ( ૩ ) મહેસાણા ( ૪ ) સાબરકાંઠા ( ૫ ) અરવલ્લી (૬) ગાંધીનગર (૭) અમદાવાદ (૮) આણંદ ( ૯ ) ખેડા (૧૦) મહીસાગર ( ૧૧ ) પંચમહાલ ( ૧૨ ) દાહોદ ( ૧૩ ) વડોદરા ( ૧૪ ) છોટા ઉદેપુર જિલ્લાઓમાં ગુજરાત રાજ્યની વિધાનસભાની સામાન્ય ચુંટણી યોજાનાર હોઇ તા .૦૧ ડીસેમ્બર , ૨૦૨૨ ગુરૂવાર અને તા ૦૫/૧૨/૨૦૨૨, સોમવારના દિવસે સબંધિત જિલ્લાઓમાં “ જાહેર રજા “ તરીકે જાહેર કરવામાં આવી છે.

Related posts

Leave a Comment