કોડીનાર તાલુકાના દેવળી ગામની સેવા સહકારી મંડળીના અણધડ વહીવટથી આર્થિક સ્થિતિ ડામાડોળ

કોડીનાર, 

             કોડીનાર તાલુકામાં કિશાન ક્રેડીટ કાર્ડના ધીરાણ ઉપર 4 ટકા વ્યાજ વસુલવાની સરકારે ના પાડી હોવા છતાં કોડીનાર તાલુકાના દેવળી સેવા સહકારી મંડળી દ્વારા કેસીસીના ધીરાણ ઉપર વ્યાજ વસુલવા ઉપરાંત ડીફોલ્ટરોની સંખ્યા ઘટવા છતાં મંડળીનું એન.પી.એ. વધી જવા સહિત 17 વિવિધ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોડીનારના પ્રોફેસર ગુણવંતભાઈ બારડ એ જીલ્લા રજીસ્ટર સમક્ષ રજુઆત કરતા કોડીનાર તાલુકાના સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પ્રો.ગુણવંતભાઈ બારડ એ દેવળી સેવા સહકારી મંડળની વ્યવસ્થાપક કમીટી દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને ગોટાળાની તપાસ કરી મંડળીને થયેલ નુકસાનીનું વળતર તમામ સભ્યો પાસેથી વસુલવા પણ રજુઆત કરી છે મંડળીએ કિશાન ક્રેડીટ કાર્ડ ઉપરના ધિરાણ ઉપર 4 ટકા વ્યાજ વસુલ્યુ ઉપરાંત કુટુંબ વાદ કરીને ધિરાણની મર્યાદા કરતા ડબલ ધિરાણ કરીને તેમજ સ્ટાફ ભરતીમાં પણ કુટુંબ વાદ કર્યાના આક્ષેપો કર્યા છે. મંડળીમાં ઈન્ક્રીમેન્ટ ડીફોલ્ટરની સંખ્યા ઘટી હોવા છતાં એન.પી.એ વધતુ હોવાના સવાલો પણ કર્યા છે તેમજ મંડળીના નવા મકાનના બાંધકામ અને ચાલુ મિલ્કત કેમ ઘટી તેમજ દેવા કેમ વઘ્યા અને મંડળની વ્યવસ્થાપક કમીટીની મુદ્દત ત્રણ વર્ષની હોવા છતાં પાંચ વર્ષ સુધી કમીટી કેમ કાર્યરત રહી આવા ગોટાળાઓના અનેક આક્ષેપો સહકારી મંડળી સામે કરતા સહકારી ક્ષેત્રે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.

રિપોર્ટર : અગ્રાવત ભગીરથ, કોડીનાર

Related posts

Leave a Comment