રાષ્ટ્ર શકિત એકતા મંચ દ્વારા આબુરોડ ની ગરીબ અને લાચાર મહિલા ને નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુર ખાતે મોકલી અપાઇ

પાલનપુર

         રાષ્ટ્ર શકિત એકતા મંચ અગાઉ પણ ગરીબોના વ્હારે આવી ગરીબો ને થતા અન્યાય સામે લડી રહી છે. થોડાક દિવસ અગાઉ પણ ગરીબ અને લાચાર મહિલાઓ  એ લિધેલ બેંક ની લોન ના હપ્તા ની વસુલી ને લોકડાઉન ના કારણે સમય મર્યાદા વધારવા જીલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી. ગરીબોના વ્હારે આવ્યા હતા. ત્યારે આજ રોજ ફરી એકવાર ગરીબ અને લાચાર મહીલા ના વ્હારે આવી માનવતા ના દર્શન કરાવ્યા હતા. આબુરોડ ના લુનિયાપુરા માં રહેતી બબલી જોશી નામની ૩૨ વર્ષિય એક મહિલા અગમ્ય કારણોસર પાલનપુર આવી હતી. જયાં તેને કોઇ જગ્યા એ આશરો ન મળતા છેવટે રાષ્ટ્ર શકિત એકતા મંચ ના જીલ્લા પ્રમુખ સુનિતાબેન પઢિયાર નો સંપર્ક કર્યો હતો અને સઘળી હકિકત જણાવતા સુનિતાબેન પઢીયારે માનવતા દાખવી પાલનપુર ના નારી સંરક્ષણ કેન્દ્ર ના અધિકારી ની સલાહ મુજબ અત્યારે ચાલી રહેલી કોરોના વાઇરસ ની મહામારી ને ધ્યાન માં રાખી કોરોના નો રિપોર્ટ કરવા માટે સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવી. આવી પરિસથિતિમાં ગરીબ, લાચાર ની મહિલા ને સહાય ,આશરો આપી માનવતા મહેકાવી હતી.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment