હત્યા નો આરોપી ઝબ્બે, હજુ ચાર ફરાર,ઉનરોટ હત્યાકાંડ ની તપાસ ડીવાયએસપી ને સોંપવામાં આવી

હિન્દ ન્યુઝ, રાધનપુર 

પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકાના ઉનરોટ માં શુક્રવારે અગાઉ ના ઝગડા નું સમાધાન નહી થતાં પાંચ શખ્સો દ્વારા ટ્રેકટર માં જઈ રહેલ 22 વર્ષીય કિશન પર છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. આ મામલે પોલીસ એ ટીમો બનાવી તપાસ હાથ ધરતા રાત્રે એક આરોપી શમશેરખાન અલુભા મલેક ઝડપાઇ ગયો હતો. જોકે હજુ 4 આરોપી ફરાર હોઈ એસઓજી, એલસીબી, વારાહી પોલીસ ની બે ટીમો સહિત જિલ્લા પોલીસ વિભાગ કામે લાગ્યું હતું. ઉનરોટ હત્યાકાંડ ની તપાસ ડીવાયએસપી ને સોંપવામાં આવી આવી હતી. ગામ માં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉનરોટ માં હાલમાં અજંપાભરી શાંતિ જોવા મળી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment