રાધનપુર નગર પાલિકા ની ઘોર બેદરકારી

હિન્દ ન્યુઝ, રાધનપુર

    પાટણ જિલ્લા ના રાધનપુર નગર પાલિકા ની બેદરકારી રાધનપુર જેઠાસર પાછળ લજપતનગર માં ભરાઈ રહેતા ગંદા પાણીને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સતત ભરાઇ રહેલા ગંદા પાણીથી માખી અને મચ્છરો નાં ઉપદ્રવ ને કારણે રોગચાળો ફેલાઈ તેવા ભય સાથે લોકોમાં આક્રોશ. રોગચાળો ફેલાવવાનો ભય ઊભો થવા પામ્યો છે.

   રાધનપુર નગર પાલિકા નાં વોર્ડ નં 6 માં આવેલ લજપત નગર વિસ્તાર માં રહેતા રહીશો નાં જણાવ્યા અનુસાર કેટલાય સમયથી સતત પાણી ભરાઈ રહેવાને કારણે માખી મચ્છરો નો ઉપદ્રવ વધ્યો છે. પાણીનો યોગ્ય નિકાલ નાં થતાં વિસ્તાર માં રહેતા સૌથી વધુ પરિવાર નાં લોકો રોગચાળા નાં ભય વચ્ચે જીવી રહ્યા છે. લાંબા સમયથી ખુલ્લી જગ્યાઓ માં ભરાયેલા ગંદા પાણી થી ફેલાતી દુર્ગંધ નાં કારણે અહીં રહેવુ લોકો માટે મુશ્કેલ બન્યું છે. વિસ્તાર માં ભરાયેલા પાણીથી ફેલાયેલ ગંદકીને કારણે બાળકો પાણીજન્ય રોગથી પીડાતા હોવાનું મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વિસ્તારમાં ભરાયેલા ગંદા પાણીનાં નિકાલ બાબતે રાધનપુર નગરપાલિકા માં વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા નાં સતાધીશો દ્વારા કોઈજ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેને લઇને રાધનપુર નગરપાલિકા નાં સતાધીશો સામે વિસ્તારના લોકો માં આક્રોશ જોવા મળ્યો છે

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment