સોઈલ ટેસ્ટિંગ ની કામગીરી થતાં અંતે તંત્ર પહોચ્યું રણમાં

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકાના ચારણકા નજીક કચ્છ નાં મોટા રણમાં પ્રાઇવેટ કામ કંપની દ્વારા હેવી મશીનરી ગોઠવી સ્થાનિક તંત્રની જાણ બહાર કામગિરી કરવામાં આવતી હોવાનો અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્રનું રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને વન વિભાગના અધિકારી રણમાં તપાસ માં પહોચ્યા હતા. અને જીપીએસ લૉકેસન સાથેની કામગિરી આરંભી હતી. મામલતદાર એમ. જી.પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રણમાં ચાલતી કામગિરી મોટા રણમાં છે. પ્રાઇવેટ કંપની દ્વારા થઈ રહેલ કામગિરી રણમાં અંદરના ભાગે થઇ રહેલ છે. તે સાંતલપુર નજીક પરંતુ કંપની દ્વારા કચ્છ કલેકટર ની મંજુરી લેવામાં આવી છે. અને તેનાં કારણે હાલ માત્ર સોઈલ ટેસ્ટિંગ ની જ કામગિરી ચાલુ છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment