ભાવનગરના વરતેજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો લોકોને સરકાર ની વિવિધ યોજનાઓ અંગે અવગત કરવાની સાથે વિવિધ લાભોથી લાભાન્વિત કરાયા હતા. વડાપ્રધાનશ્રીએ આજે ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

આ પ્રસંગે સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થાય અને તેનો લાભ મેળવી પોતાના વિકાસની સાથે સાથે સમગ્ર દેશના વિકાસમાં સરળતાથી સામેલ થઇ શકે તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરીને લોકોને ઘરઆંગણે લાભ આપી રહ્યો છે. સરકાર દ્વારા પોષણ અભિયાન, આયુષ્માન કાર્ડ, સોઇલ હેલ્થ કાર્ડ,  ઉજ્જવલા યોજના, આવાસ યોજના સહિતના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સિવાય વિકસિત ભારત સંકલ્પની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રી નો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. આ ઉપરાંત ‘મેરી કહાની મેરી ઝુબાની’ હેઠળ લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બે દિવસમાં વરતેજ મા 1200 આયુષ્યમાન કાઢવામાં આવ્યા. આ ઉપરાંત 19 જેટલા રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જીલોવા, પ્રાંત હિતેશ ઝણકાટ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે.આર. સોલંકી, તાલુકા વિકાસ અધિકારી પી.કે. રાવત સહિતના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment