હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સુરદાસજી જ્યારે મંદિરમાં જતા ત્યારે લોકો તેઓની ટીકા કરતા કે તમે મંદિરે શુકામ જાઓ છો, તમે કચડાઇ જશો.. તમે ક્યાં ભગવાનને જોઇ શકો છો. ત્યારે સુરદારજી સૌ ને કહેતા કે હું તો પ્રજ્ઞાચક્ષુ છુ, હું ભગવાનને જોઇ શકતો નથી, પણ ભગવાન તો અંતર્યામી છે એ તો મને જુએ છે…
शिवस्य हृदयं विष्णुं विष्णोश्च हृदयं शिवः ||
ભગવાન શિવનું હ્રદય ભગવાન વિષ્ણુ છે, વિષ્ણુભગવાન નું હ્રદય ભગવાન શિવ છે. હરિ-હર ની નિકટતા ખુબ ગાઢ અને અનેરી છે. ત્રણ ગુણો છે, સત્વગુણ-રજોગુણ-તમોગુણ. સત્વગુણ નો રંગ સફેદ છે. સત્વથી ભક્તિ પ્રેમ, કાર્યક્ષમતામાં વધારો, શક્તિ જાગૃત થાય છે.
સત્યવ્રતને મુર્ખતા નો શ્રાપ મળેલ હતો, પણ દૈવિ કૃપાથી બિજમંત્રના જાપથી માતા પ્રસન્ન થયા અને વિદ્વતા પ્રાપ્ત કરી. દૈવિભાગવતની કથા અનુસાર રાધાજીના મુખમાંથી સરસ્વતીમાતાજી પ્રગટ્યા, અને પ્રથમ સરસ્વતીજી પૂજન રાધાજીએ કરેલ હતું. જે પુણ્ય ચાંદ્રાયન વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે, તેનાથી વિશેષ ફળ સોમનાથ મહાદેવના સાનિધ્યે શિવ-શક્તિ ની ભક્તી કરવાથી પ્રાપ્ત થાય છે. કથાના વિરામ પૂર્વે કથાકાર ડો.કૃણાલભાઇ જોષીએ પુષ્પદંત રચિત શિવ મહિમ્ન સ્તોત્ર રૂપે સોમનાથ મહાદેવને સ્વારાભીષેક કરેલ, અને ઉપસ્થીત સૌ ભક્તોને શિવ-શક્તિની આધ્યાત્મિક કૃપા પ્રાપ્તી કરાવી હતી.