ભાવનગરમાં વિધાનસભા ચુંટણી અંતર્ગત કાઉન્ટીંગ સેન્ટર તથા સ્ટ્રોંગરૂમ કામગીરી અંગે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત વિધાનસભા ચુંટણી -૨૦૨૨ કાઉન્ટીંગ સેન્ટર તથા સ્ટ્રોંગરૂમ આનુસગીક કામગીરી અંગે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. કે. પારેખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ. વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ના અંતર્ગત ભાવનગર જિલ્લામાં સમાવિષ્ઠ તમામ ૭ (સાત) મતદાર વિભાગની મતગણતરી મધ્યસ્થ મતગણતરી કેન્દ્ર સરકારી ઇજનેર કોલેજ, ભાવનગર ખાતે નક્કી કરવામાં આવેલ છે મતદાનની તા .૦૧/૧૨/૨૦૨૨ તથા મતગણતરીની તા .૦૮/૧૨/૨૦૨૨ નક્કી થયેલ છે. મતદાનની તારીખે મતદાન પૂર્ણ થયા બાદ દરેક વિધાનસભાવારના EVM મશીનો મધ્યસ્થ કાઉન્ટીંગ સેન્ટરના સ્ટ્રોંગરૂપ ખાતે મૂકવાનાં થાય છે. જેથી તે પુર્વે ચુંટણી અધિકારીની માર્ગદર્શન તળે અને ભારતના ચુંટણી પંચની સુચના મુજબ સ્ટ્રોંગરૂમ તૈયાર કરવાના થાય છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મતગણતરીની તા. ૦૮/૧૨/૨૦૨૨ પુર્વે મતગણતરી કેન્દ્ર તૈયાર કરવાના થાય છે. તેમજ આનુસંગીક કાર્યવાહી જેવી કે લાઇટ માઇક, સીસીટીવી, મીડિયા, પાર્કિંગ વ્યવસ્થા, સુરક્ષા અને સલામતી વિગેરે જેવી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી, આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એસ. એન. કટારા સહિત પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધીકારીઓ ઉપસ્થિત સહ્યા હતા.

Related posts

Leave a Comment