વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાન કરવા અંગે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત મતદારને મતદાન કરવા અંગેની જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ મતદાન પૂરું થવાના સમયે હરોળમાં ઉભેલા તમામ મતદારોને મતદાન કરવા દેવામાં આવશે. મહિલા મતદારો માટે અલગ હરોળની વ્યવસ્થા ઊભી કરાશે તેમજ વરિષ્ઠ નાગરિકોને મતદાન માટે અગ્રતા ક્રમ આપવામાં આવશે.

અંધ અને અશક્ત મતદારોને તેમનો મત નોંધવા માટે પુખ્ત વયના સાથી કે સહાયકને મત કુટિરમાં સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવશે. મતદાન મથકમાં મોબાઈલ ફોન અને કેમેરા જેવા ગેઝેટ સાથે લઈ જવાની પરવાનગી નથી.

કોઈ ખાસ ઉમેદવારને મત આપવા માટે નાણાં અથવા બીજી કોઈ વસ્તુ કે ઈનામ આપવું કે સ્વીકારવું તે કાયદા હેઠળ ભ્રષ્ટ આચરણ છે મતદાન મથકમાં ઓળખનાં હેતુ માટે વોટર સ્લીપ માન્ય ગણાશે નહીં, એ સિવાય ચુંટણી પંચ દ્વારા નક્કી કરેલ મતદાર ફોટો ઓળખપત્ર અથવા ચુંટણીપંચ દ્વારા નક્કી કરવામાં આવેલ વૈકલ્પિક દસ્તાવેજો માંથી કોઈ એક દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment