ભાવનગર શહેરમાં ત્રણ સ્થળોએ સેલ્ફી ઝોન ઉભા કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગર શહેરમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ફર્સ્ટટાઇમ વોટર એટલે કે યુવાઓના મતદાનમાં સમગ્ર રાજ્યમાં બીજા નંબરે રહ્યુ છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યુવાઓને મતદાન કરવા અંગે પ્રેરિત થવા નવતર અભીગમ હાથ ધરવામાં આવેલ છે.

ભાવનગર શહેરમાં આવેલ વિવિધ ત્રણ સ્થળો પૈકી કલેક્ટર કચેરીની સામે આવેલ સ્માર્ટ બજાર, હિમાલીયા મોલ તેમજ અકવાડા લેક ફ્રન્ટ ખાતે આ સેલ્ફી ઝોન ઉભા કરવામાં આવ્યાં છે.

ભાવનગર જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખ દ્વારા કલેક્ટર કચેરી સામે આવેલ સ્માર્ટ બજારમાં ઉભુ કરાયેલ સેલ્ફી ઝોનની મુલાકાત લીધી હતી.

ભાવનગર શહેરનાં વિવિધ ત્રણ સ્થળોએ સેલ્ફી ઝોન ઉભા કરવામાં આવેલ છે. જેમાં યુવાનો પોતે મતદાન કરવા અંગેની સેલ્ફી લઇ અન્યોને પણ મતદાન કરવા અંગે જાગૃત કરશે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment