દબાણ હટાવ શાખા દ્વારા ૫૧ રેંકડી / કેબીન તથા ૪૦૬ બોર્ડ / બેનરો જપ્ત કરેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ

    રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૨૧/૦૯/૨૦૨૩ થી ૨૯/૦૯/૨૦૨૩ સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

રસ્તા પર નડતર રૂપ ૫૧ રેકડી/કેબીન તે મવડી મેઈન રોડ,રૈયા ચોકડી,રાણી પાર્કે નંદનવન,પુષ્કરધામ, જામનગર રોડ, છોટુનગર, આહીર ચોક,જ્યુબેલી વન-વે, નિલકંઠ ચોક, ગોંડલ ચોકડી, હુડકો ચોકડી, કોઠારીયા સોલવન્ટ, માર્કેટીંગ યાર્ડ પાસેથી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી અન્ય ૧૧૦ પરચુરણ ચીજ વસ્તુઓ તે ચંદ્રેશનગર, એસ.કે.ચોક, મહદેવ મંદિર પાસે, નિર્મલા રોડ, ધોળકીયા સ્કુલ પાસે બાલાજી હોલ, મવડી અંદરબ્રિજ નિચે શુક્રવારી બજાર, વિધ્યાનગર મેઈન રોડ, ગરુડ ગરબી ચોક, રામનાથ પરા, આનંદબંગલા ચોક,હરીધવા માર્ગ,૫૦ ફુટ રિંગ રોડ, સોરઠીયાવાડી સર્કલ, પેડક રોડ પરથી જપ્ત કરવામાં આવેલ., ૫૮૫ કિલો શાકભાજી/ફળ તે નાના મૌવા રોડ મેઈન રોડ, ગાંધીગ્રામ મેઈન રોડ, રવીરત્ન પાર્ક, મવડી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ,લાલાલજપતરાય ટાઉનશિપ, કણકોટ શનિવારી, યુનિ.રોડ, આનંદબગલા ચોક, જામનગર રોડ, પંચનાથ મહાદેવની આસપાસથી જપ્ત કરવામાં આવેલ, રૂ. ૪૦,૧૭૦/- મંડપ કમાન છાજલી ભાડુ તે કોટેચા ચોક, પુષ્કરધામ, યુનિ.રોડ પાસેથી વસુલ કરવામાં આવેલ છે. રૂ.૧,૦૦,૫૦૦/- વહિવટી ચાર્જ તે ચંદ્રેશનગર,રૈયાધાર મેઈન રોડ,મવડી મેઈન રોડ,કનૈયા ચોક, નાના મૌવા રોડ, બાપાસિતારામ ચોક,કન્યા છાત્રાલય, જીવરાજ પાર્ક, ફુલછાબ ચોક, લાખાજીરાજ રોડ, સોરઠીયાવાડી, કોઠારીયા રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો અને ૪૦૬ બોર્ડ-બેનર તે જલારામ ચોક, રૈયા ધાર મેઈન રોડ,નાણાવટી ચોક,૧૫૦ફુટ રિંગ, ગાંધીગ્રામ મેઈન રોડ, કોટેચા ચોક, પવનપુત્ર ચોક થી કેનાલ રોડ,ભક્તિનગર સર્કલ થી ૮૦ ફુટ રીંગ રોડ, આહીર ચોક પરથી જપ્ત કરેલા છે.

Related posts

Leave a Comment