હિન્દ ન્યુઝ, ભાવનગર હાલના સમયમાં બાળકો માત્ર મોબાઈલમાં રમી શકાય તેવી રમતોમાં સમય પસાર કરી રહ્યાં છે ત્યારે સાથે મળીને રમવાનું અને મેદાની રમતો ભુલાતી જાય છે, આ સમયમાં બાળકો મેદાની રમતોમાં પણ રસ લેતા થાય તે હેતુસર ભાવનગરની શૈશવ સંસ્થા પ્રેરિત બાલસેના દ્વારા તારીખ 1 નવેમ્બરથી ૩ નવેમ્બર સુધી અલગ –અલગ ઝોનમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભાવનગર શહેરના વિવિધ વિસ્તારના બાળકોએ ભાગ લીધો હતો.આ દિવસે લીંબુ-ચમચી, ત્રિપગી દોડ, કોથળા દોડ, કબડ્ડી ,ખો–ખો, ટોપી ઉતાર જેવી અલગ અલગ રમતોનું આયોજન બાળકો માટે…
Read MoreDay: November 4, 2022
કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને MCMCની બેઠક યોજાઈ
હિન્દ ન્યૂઝ, ભુજ આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને MCMCના અધ્યક્ષ દિલીપ રાણાએ રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણિકરણ, પેઈડ ન્યૂઝ, મીડિયા દ્વારા થતા આચારસંહિતાના ઉલ્લંઘનોનું મોનિટરીંગ, ઉમેદવારોની ચૂંટણી ખર્ચ વગેરે બાબતો વિશે ઉપસ્થિત સૌ સભ્યોને માર્ગદર્શન પુરું પાડીને જરૂરી સૂચનાઓ આપી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટી કામગીરીની તૈયારીઓ વિશે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિગતો મેળવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર અને MCMC…
Read Moreએસ.એમ.એસ તથા સોશિયલ મીડિયા દુરુપયોગ અટકાવવા કચ્છ જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂક કરાઈ
હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અનુસંધાને એસ.એમ.એસ તથા સોશિયલ મીડિયાનો દુરુપયોગ થતો અટકાવવા તથા ચૂંટણી નિષ્પક્ષ, સ્વતંત્ર તથા ભયમુક્ત રીતે યોજાય તે માટે તથા આ અંગે કોઈ ફરિયાદ આવે તો તેના તાત્કાલિક તમામ પગલાં લેવા માટે રાજ્યકક્ષાએ પરીક્ષિતા રાઠોડ, નાયબ પોલીસ મહાન નિરીક્ષક (ક્રાઈમ-૨) CID ક્રાઇમ ગુ.રા.ગાંધીનગરની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. જ્યારે જિલ્લા લેવલે પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા માટે નોડલ ઓફિસર તરીકે એ. આર. ઝનકાત, નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ભુજ મો.નં. ૯૯૭૯૬૯૦૦૦૦ ટેલીફોન નંબર ૦૨૮૩૨-૨૫૨૯૩૮ તથા નાયબ મોડેલ અધિકારી તરીકે એલ.સી.બી ભુજના ઇન્ચાર્જ…
Read Moreભુજ સીમ, જદુરા માધાપર નજીક મિલ્ટરી બટ ઉપર ફાયરીંગ પ્રેકટીસ
હિન્દ ન્યૂઝ, ભુજ ભુજ પાસેના ભુજ સીમ, જદુરા, માધાપર નજીક આવેલ મિલ્ટરી બટ પર તા.૫/૧૧/૨૦૨૨ સુધી ૪૫ વાયુ રક્ષા રેજીમેન્ટ તથા ૯૯૬ વાયુ રક્ષા રેજીમેન્ટ હેઠળના ફરજ બજાવતાં તમામ અધિ./કર્મ.શ્રીઓની સ્મોલ આર્મ્સ ફાયરીંગ પ્રેકટીસ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં.તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું મિતેશ પંડયા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું…
Read Moreમોટરીંગ અને પબ્લિક માલિકો માટે નવેમ્બર માસનો ફિટનેસ રીન્યુ કેમ્પ યોજાશે
હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લાની મોટરીંગ અને પબ્લિક માલિકો માટે નવેમ્બર-૨૦૨૨ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના કેમ્પોમાં મુન્દ્રા/ભચાઉ માટે તા.૮/૧૧/૨૦૨૨, માંડવી-રાપર માટે તા.૧૫/૧૧/૨૦૨૨, દયાપર માટે તા.૨૨/૧૧/૨૦૨૨ અને નખત્રાણા માટે તા.૨૯/૧૧/૨૦૨૨ના યોજવામાં આવશે. આ કેમ્પના સ્થળે સવારે ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કરી આપવાની કામગીરી કરી આપવામાં આવશે તેમજ ભુજ કચેરીએ અને ગાંધીધામ કચેરીએ પણ આ કામગીરી કરી આપવામાં આવશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
Read Moreકચ્છ કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપ રાણાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જિલ્લા ચૂંટણી તંત્રની વ્યવસ્થાઓ, મતદારો તેમજ મથદાનમથકો વિશે માહિતી આપી
હિન્દ ન્યૂઝ, ભુજ આજરોજ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ને લઈને કચ્છ જિલ્લા કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કચ્છ જિલ્લામાં ૬ બેઠક પર ચૂંટણી પ્રક્રિયા યોજાવાની હોય ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપ રાણાએ સમગ્ર તૈયારીઓની વિગત પત્રકાર પરિષદમાં આપી હતી. તેઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં કુલ ૧૬,૩૪,૬૭૪ મતદારો છે જે પૈકી પુરુષ મતદારોની સંખ્યા ૮,૪૪,૪૪૮ છે જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા ૭,૯૦,૧૭૪ છે. જ્યારે…
Read Moreસોમનાથ ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ ના શુભહસ્તે કાર્તિકી પૂર્ણિમાના મેળાનો શુભારંભ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે ના શુભ હસ્તે “સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા-2022” નો શુભારંભ કરાયો હતો. આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસંસ્કૃતિ,અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો:- મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ,…
Read More