હિન્દ ન્યુઝ, જામનગર ગર્ભાશયના કેન્સર ને નાથવા માટે 10 થી 25 વર્ષની દીકરીઓને વેક્સિન આપી જિંદગી ભર કેન્સરથી બચાવવા માટે જે યજ્ઞ ચાલી રહ્યો છે. તે અંગે તારીખ 27 11 2022 ના રવિવારના રોજ સવારે 11 થી 12 વાગ્યા સુધી સોના બજારમાં જેમને બીજો ડોસ કે ત્રીજો ડોઝ લેવાનો હોય તેઓએ આ સમયમાં આ વેક્સિન લેવા માટે પોતાના આગળનો કાગળ લઈ આવવાનો રહેશે. અત્યાર સુધી દરેક જ્ઞાતિની 1000 થી વધારે દીકરીઓને આ વિકસીન અપાઈ ગઈ હવે ફક્ત જૈનોની દીકરીઓને જ પ્રથમ…
Read MoreDay: November 7, 2022
“અવસર” કેમ્પેન અંતર્ગત કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન વધારવાના “અવસર” કેમ્પેન અંતર્ગત જિલ્લા કલેકટર ડી.કે પારેખની અધ્યક્ષતામાં આજરોજ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કલેકટર દ્વારા જણાવ્યું હતું કે તમામ સર્કલ, મોલ, પેટ્રોલ પંપ, સિનેમા હોલ, વિક્ટોરિયા પાર્ક, અન્ય બાગ બગીચા ખાતે અવસરના બેનર્સ પ્રદર્શિત કરવા, સેલ્ફી પોઇન્ટ પણ ઊભા કરવા જણાવાયું હતું. વધુમાં કલેકટરએ જણાવ્યું હતું કે લોકોને મતદાન માટે પ્રેરિત કરે તેવા સ્લોગન સાથે પ્રચાર-પ્રસાર કરવા, રેડિયો માટે ઝીગલ તૈયાર કરવી, શેરી નાટકને કાર્યક્રમો કરવા અંગે આયોજન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત અલંગ શિપયાર્ડ વિસ્તારમાં જે મતદાનની ટકાવારી ખૂબ…
Read Moreવિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન મથકો ખાતે લઘુત્તમ સવલતો ઉપલબ્ધ કરાવવા બાબતે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાવનગરમાં મતદાન મથકો ખાતે લઘુત્તમ સવલતો ઉપલબ્ધ થઈ રહે તે બાબતે જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખની અધ્યક્ષતામાં આજરોજ તા. ૭ નવેમ્બર ના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં કલેકટરએ મતદાન મથકો ખાતે ખાતરીપૂર્વકની લઘુતમ સવલતો જેવી કે રેમ્પ, પીવાનું પાણી, પૂરતું ફર્નિચર, વીજળી, પુરવઠો જેવી સગવડતાઓ પ્રાપ્ત થાય તેમજ જરૂર જણાય યોગ્ય નિરાકરણ લાવવા જણાવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી. જે. પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા આયોજન અધિકારી બી.એમ.સીના સીટી એન્જિનિયર વગેરે ઉપસ્થિત રહ્યા હતા
Read Moreજિલ્લા કલેક્ટર ડી.કે.પારેખે ઇ.વી.એમ. વેરહાઉસની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાનાર છે. જેનાં અન્વયે ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી.કે.પારેખ દ્વારા ઇ.વી.એમ. વેરહાઉસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન કલેક્ટરએ અધિકારીઓને જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
Read More૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક/ યુવતીઓ માટે સાગરખેડુ સાયકલ રેલી ૨૦૨૨-૨૩નું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર દ્વારા ચાલુ વર્ષે સાગરખેડુ સાયકલ રેલી : ૨૦૨૨-૨૩નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદાવાળા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક/ યુવતીઓને સાગરખેડુ સાયકલ રેલીમાં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા સાગરખેડુ સાયકલ રેલી ૧૦ (દસ) દિવસ માટેનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના ખર્ચે ૧૦ (દસ) દિવસનો સાગરખેડુ સાયકલ રેલી:૨૦૨૨-૨૩ આગામી ડિસેમ્બર…
Read Moreભાવનગર જિલ્લા ખાતે ૧૫ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ માટે સાહસિક પ્રવૃત્તિઓનો બિનનિવાસી પર્વતારોહણ તાલીમનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર કચેરી દ્વારા અને ભાવનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રે, ભાવનગર દ્વારા સંચાલિત ભાવનગર જીલ્લામાં ગુજરાત રાજ્યના ૧૫ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વધે અને તેમનામા રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક- યુવતીઓ માટે સાહસિક પ્રવૃત્તિઓનું પર્વતારોહણ કેમ્પનું આયોજન થનાર છે. એન.સી.સી., રમત ગમત, સાહસિક પ્રવૃત્તિઓ અથવા અન્ય એડવેન્ચર પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ કેમ્પમાં શિબિરાર્થીઓને સાહસિક પ્રવૃત્તિઓ સાથે ભોજન તથા આવવા…
Read Moreભાવનગર MCMC સેન્ટરની અચાનક મુલાકાત લેતા ઓબ્ઝર્વર એક્સપેન્ડીચર વિપુલ કશ્યપ
હિન્દ ન્યુઝ, ભાવનગર આજરોજ ઓબ્ઝર્વર એક્સપેન્ડીચર વિપુલ કશ્યપ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC)નાં સેન્ટરની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ઓબ્ઝર્વર એક્સપેન્ડીચર વિપુલ કશ્યપે રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણિકરણ અને મીડિયા મોનીટરીંગ વગેરે બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટી કામગીરીની તૈયારીઓ વિશે વિગતો મેળવી હતી. આ ઉપરાંત ટેલિવિઝનમાં આવતી જાહેરખબરો વિશે નિભાવવામાં આવતા રજીસ્ટર ચકાસ્યા હતા તેમજ મોનીટરીંગ કરતી ચેનલો વિશે નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતમાં ઓબ્ઝર્વર એક્સપેન્ડીચર ને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC) દ્વારા થયેલ કર્યો અંગે જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ કૌશિક શીશાંગીયા દ્વારા માહિતગાર કરવામાં…
Read Moreભાવનગર જિલ્લાની ૯૯-મહુવા વિધાનસભા બેઠક ખાતે “અવસર રથ” ફરી લોકોને મતદાન કરવા અપીલ કરાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીનો કેમ્પેઇન જાહેર કરવામાં આવેલ છે. આ કેમ્પેઇનનો મુખ્ય હેતુ મતદાર રજીસ્ટ્રેશન અને મતદાનનું પ્રમાણ વધારવાનો છે. સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ જરૂરી છે. જે અંતર્ગત આજરોજ ભાવનગર જિલ્લાની ૯૯-મહુવા વિધાનસભા બેઠકનાં કળસાર, ગુંદરણી, દયાળ, કાટકડા, નાનાજાદરા, કોંજળી સહિતનાં તમામ મત વિસ્તાર ખાતે “અવસર રથ” ફરી લોકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.
Read Moreચૂંટણીમાં કચેરીઓના આવશ્યક સેવાઓ પરના ગેરહાજર મતદારો દ્રારા ટપાલ મતપત્રોથી મતદાન કરવા અંગેની માર્ગદર્શીકા બહાર પડાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાનાર છે. ચૂંટણી પંચ દ્વારા આ ચૂંટણીમાં કચેરીઓના આવશ્યક સેવાઓ પરના ગેરહાજર મતદારો દ્રારા ટપાલ મતપત્રોથી મતદાન કરવા અંગેની માર્ગદર્શીકા ચૂંટણી પંચથી થઇ આવેલ છે. જેમાં વીજળી વિભાગ, બી.એસ.એન.એલ., રેલ્વે, દુરદર્શન, ઓલ ઇન્ડીયા રેડીયો, આરોગ્ય વિભાગ, ગુજરાત, ઉડ્ડયન, ગુજરાત રાજ્ય પરિવહન નીગમની બસ સેવાઓ, અગ્નિ શમન સેવાઓ, ચૂંટણી દિવસના કવરેજ માટે ઇ.સી.આઇ. દ્વારા અધિકૃત મીડીયા વ્યક્તિઓ, ટ્રાફીક, એમ્બ્યુલન્સ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કચેરીમાં આવશ્યક સેવાઓની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓ પૈકી તેમને સોંપેલ આવશ્યક સેવાઓની ફરજોની અનિવાર્યતાના કારણે મતદાનના…
Read Moreરોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૩૧/૧૦/૨૨ થી તા.૦૬/૧૧/૨૨) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ હાલ મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્ગ્યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ…
Read More