આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવા વાંધાજનક મેસેજ પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી અંતર્ગત જૂદા જૂદા રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા ચૂંટણી પ્રચારમાં વેગ આવનાર છે ત્યારે કેટલીક વ્યક્તિઓ દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વીસીસ (SMSs) અન્ય વ્યક્તિઓને મોકલતા હોય છે. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગૃપ/બલ્ક એસ.એમ.એસના પ્રસારણને પ્રતિબંધિત કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વોડાફોન, બીએસએનએલ, રિલાયન્સ/જીઓ, એરટેલ, આઈડિયા વગેરે કોઈપણ કંપનીઓ ગીર સોમનાથના વિસ્તારમાં તા.૨૯/૧૧/૨૦૨૨ના રોજ ૦૦.૦૦ કલાકથી…

Read More

ગીર સોમનાથમાં ચૂંટણી પ્રચાર સબબ ટેલિવિઝન, કેબલ નેટવર્કમાં જાહેરાત ટેલીકાસ્ટ સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ગીર સોમનાથ જિલ્લાના ચાર વિધાનસભા મતદાર વિભાગો માટે તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સ્થાનિક કંટ્રોલરૂમથી તથા ટી.વી. ચેનલના રાજ્ય, આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય તેમજ એ.એમ અને એફ.એમ રેડીયો નેટવર્કની જાહેરાતોના નિયંત્રણ માટે કેબલ ટેલિવિઝન અધિનિયમ અંતર્ગત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.       આ જાહેરનામા અંતર્ગત ટેલિવિઝન ચેનલથી, કેબલ નેટવર્કથી અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ જાહેરાત ટેલીકાસ્ટના સંદર્ભે મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ જિલ્લા…

Read More

ઉના તાલુકામાં ફર્યો ‘અવસર રથ’, વધુ મતદાન કરવા લોકોને કરાઈ અપીલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથના આંગણે વિધાનસભા ચૂંટણીનો અવસર આવી ઉભો છે ત્યારે વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તમામ પ્રકારના મતદારોમાં જાગૃતિ આવે તે હેતુથી તેમજ ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા ઉના તાલુકાના ૩૮-સણોસરી, ૬૪-બેડીયા ૧ એ ૨, ૬૧થી ૬૩ અંબાળા-૧ થી ૩, ૩૪-ખીલાવડ, ૯૧-મહોબતપરા, ૧૦૨-૧૦૪-કાંધી-૧થી ૪ના મત વિસ્તારોમાં ‘અવસર રથ’ દ્વારા આ તમામ ઓછા મતદાનવાળા વિસ્તારોના મતદારોને વધુમાં વધુ બહોળી સંખ્યામાં મતદાન કરવા અંગે અપીલ કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ સ્વીપના નોડલ અધિકારી આર.એ.ડોડીયા, સહ નોડલ  એન.ડી.અપારનાથી દ્વારા ઉપસ્થિત રહીને અવસર રથનું પ્રસ્થાન કરાવેલ હતું અને રૂટ અનુસાર…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે પારેવડી ચોકથી કુવાડવા રોડ -વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. 

હિન્દ ન્યુઝ, રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે પારેવડી ચોકથી કુવાડવા રોડ -વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ જેમાં ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૬ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.       (૧)રૈયારાજ કોલ્ડ્રિંક્સ (૨)ધનંજય કોલ્ડ્રિંક્સ (૩)રાજ કોલ્ડ્રિંક્સ (૪)પટેલ પાન (૦૫)માં મેલડી ટી સ્ટોલ (૦૬)શ્રી ખોડિયાર ફરસાણ (૦૭)રાધે ટી સ્ટોલ (૦૮)ગાંધી સોડા શોપ (૦૯)શ્રી શક્તિ પાન કોર્નર (૧૦)શ્રી શક્તિ ટી સ્ટોલ (૧૧)ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૧૨)જોકર ગાંઠિયા (૧૩)શીતલ પાર્લર (૧૪)કૈલાશ…

Read More

કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વર સાથે મહત્વપૂર્ણ બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપ રાણાએ ઓબ્ઝર્વર અધિકારી ઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કચ્છની ૬ બેઠકની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીના નિયુક્ત કરાયેલા નોડલ ઓફિસર જેવા કે મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ટ્રેનિંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, એમસીસી ઈમ્પ્લીમેન્ટેશન, એક્ષપેન્ડીચર મોનિટરિંગ, સ્વીપ, બેલેટ પેપર, મીડિયા મેનેજમેન્ટ, કોમ્યુટરાઈઝેશન, ઓબ્ઝર્વર, હેલ્પલાઈન અને ફરિયાદ, કોમ્યુનિકેશન, સ્ટાફ…

Read More

શૈશવ દ્વારા ૧૪ થી ૨૦ નવેમ્બર બાળ અધિકાર સપ્તાહના ભાગરૂપે ઓનલાઈન સેફટી અંગે વિદ્યાર્થી જાગૃતિ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર તથા નર્મદા જિલ્લામાં કાર્યરત જાણીતી સંસ્થા શૈશવ દ્વારા ૧૪ નવેમ્બર રાષ્ટ્રીય બાળદિન તથા ૨૦ નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાળદિન તેમજ ભાવનગરના પૂર્ધન્ય કેળવણીકારો પૂ.શ્રી નાનાભાઈ, ગિજુભાઈ તથા હરભાઈની જન્મજયંતીને ધ્યાનમાં લઇ દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ અધિકાર સપ્તાહની ઉજવણી વિશિષ્ટ અને અત્યંત મૂલ્યવાન ‘ઓનલાઈન સેફટી’ ના મુદ્દાને લઈને કરવામાં આવી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારી ના સહયોગથી શહેરની શાળાઓને આવરી લઇ શરુ કરવામાં આવેલ કાર્યક્રમના ભાગરૂપે શૈશવના કાર્યકરો દ્વારા મોબાઈલ ફોનનો અતિરેક તથા ટેકનોલોજીના પ્રભાવમાં સારાનરસાનો વિવેક ન રાખવાથી તથા નુકશાનને ધ્યાનમાં લઇ બાળકોમાં જાગૃતિ આવે તે…

Read More

વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ  ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે. રાજ્યમાં આગામી પ્રથમ તબક્કાના કુલ-૮૯ વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ અને બીજા તબકકાના કુલ-૯૩ વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર છે જેમાં ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. જે મતદાર મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ ન કરી શકે તો તેની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો…

Read More

106-ગઢડા અને 107-બોટાદ મતદાર વિભાગમાં કુલ 14 મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત થશે

હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બોટાદ જિલ્લામાં મહિલાઓ મતદાન કરવા માટે પ્રેરાય અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ 106-ગઢડા મતદાર વિભાગમાં 7 અને 107-બોટાદ મતદાર વિભાગમાં 7 મળીને કુલ 14 મતદાન મથકો “ખાસ સખી મતદાન મથક” તરીકે કાર્યરત થશે. 106-ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં 64-વલ્લભીપુર-1, 70 વલ્લભીપુર-7, 99 હરીપર-2,118-બોડકી, 124- વિરડી, 240-ઉમરાળા-4 પોલીસ સ્ટેશન પાસે અને…

Read More

બોટાદ જિલ્લામાં સોશિયલ મિડીયાનો દૂરુપયોગ અટકાવવા નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલની નિમણૂંક

હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ અન્વયે આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તેમજ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ભયમુક્ત, સ્વતંત્ર અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી દરમ્યાન એસ.એમ.એસ તથા સોશિયલ મિડીયાનો દૂરુપયોગ અટકાવવા સંબંધી મોનીટરીંગની કામગીરી અર્થે બોટાદ જિલ્લાનાં નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલની નિમણૂંકની કરવામાં આવી છે. ઉપરાંત વધુ માહિતી માટે નોડલ અધિકારી (એસ.એમ.એસ તથા સોશિયલ મિડીયા) મહર્ષિ રાવલનો મો. ૯૯૭૮૪ ૦૭૯૮૮ પર સંપર્ક કરવા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બળોલિયાની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

શ્રમયોગીઓ મતદાન કરી શકે તે માટે મતદાનના દિવસે સવેતન રજા અપાશે

હિન્દ ન્યુઝ, આબોટાદ આગામી તાઃ ૦૧-૧૨-૨૦૨૨ ના રોજ બોટાદ જિલ્લામાં ૧૦૬-ગઢડા અને ૧૦૭-બોટાદ -વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજાનાર છે. જેથી ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ-૧૯૪૮, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ-૧૯૯૬, કોન્ટ્રાકટ લેબર-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા / સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને સવેતન રજા આપવાની રહેશે તેમ મદદનીશ ખેતી નિયામકશ્રી(ગુ.નિ) નોડલ ઓફિસર ફોર માઈગ્રેટરી ઈલેક્ટર્સ, બોટાદની યાદીમાં જણાવાયું છે. આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાને કારણે સબંધિત શ્રમયોગીઓ – કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહી. રજાના કારણે શ્રમયોગી…

Read More