બોટાદ જિલ્લામાં સોશિયલ મિડીયાનો દૂરુપયોગ અટકાવવા નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલની નિમણૂંક

હિન્દ ન્યુઝ, બોટાદ

સમગ્ર ગુજરાત રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ અન્વયે આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તેમજ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ભયમુક્ત, સ્વતંત્ર અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી દરમ્યાન એસ.એમ.એસ તથા સોશિયલ મિડીયાનો દૂરુપયોગ અટકાવવા સંબંધી મોનીટરીંગની કામગીરી અર્થે બોટાદ જિલ્લાનાં નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલની નિમણૂંકની કરવામાં આવી છે.

ઉપરાંત વધુ માહિતી માટે નોડલ અધિકારી (એસ.એમ.એસ તથા સોશિયલ મિડીયા) મહર્ષિ રાવલનો મો. ૯૯૭૮૪ ૦૭૯૮૮ પર સંપર્ક કરવા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બળોલિયાની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment