હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ લોકશાહીના મહાપર્વની ઉજવણી થવાની છે ત્યારે સભા-સરઘસ દરમિયાન વર્તણૂંક અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(દ) તથા કલમ-૩૭(૧)(ક)થી (છ) હેઠળ સભા-સરઘસ દરમિયાન નીચે દર્શાવેલા નિયમોનું પાલન કરવાનું રહેશે. જાહેરનામા અનુસાર સક્ષમ અધિકારીની મંજૂરી મળ્યા બાદ જ સભા-સરઘસનું આયોજન કરવાનું રહેશે. સભા-સરઘસમાં શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, લાકડી અથવા લાઠી તેમજ શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી વસ્તુઓ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવાની મનાઈ છે. પથ્થરો અથવા શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના…
Read MoreDay: November 9, 2022
સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર તના ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો કાર્યક્રમ જાહેર કરેલ છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેના કાર્યકર્તાઓ, સમર્થકો, ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરે છે. પ્રચાર માટે ઉંચા અવાજે લાઉડ સ્પીકરોના ઉપયોગના કારણે ખુબ જ ધ્વનિ પ્રદુષણ પેદા થાય છે અને આમ જનતાની શાંતીમાં ખલેલ પહોંચે છે. જેથી ચૂંટણી પ્રક્રિયા તથા પ્રચાર દરમ્યાન અનિયંત્રીત અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાતા ગીર સોમનાથના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં…
Read Moreજાહેરનામાનો ભંગ કરનાર ધી પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટ-૧૯૮૪ની કલમ-૩ મુજબ શિક્ષાને પાત્ર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ લોકશાહીના મહાપર્વની ઉજવણી થવાની છે. આ ચૂંટણી પારદર્શક રહે અને ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર મિલકતને નુકસાન પહોંચાડીને બગાડ કરતો અટકાવવા માટે ચૂંટણી પ્રચારના બોર્ડ/બેનર્સ વગેરેના ઉપયોગ પર નિયંત્રણ માટે ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ધી પ્રિવેન્શન ઓફ ડેમેજીસ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટ-૧૯૮૪ અંતર્ગત જાહેરાત, પાટીયા, બેનર્સ, કટઆઉટ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત જાહેર મિલકત/જાહેર જગ્યા પર દિવાલ પર લખાણ કરવા, પોસ્ટર્સ તેમજ કાગળો ચોંટાડવા અથવા કોઈપણ રીતે નુકસાન કરવા અથવા લખાણો, જાહેરાતના પાટીયા, ઝંડા વગેરે પ્રદર્શિત કરવા દેવામાં આવશે નહીં, છતાં સ્થાનિક કાયદાઓ અને ચૂકવણી કરી…
Read Moreગીર સોમનાથની ચાર વિધાનસભા બેઠકો માટે ચૂંટણી ખર્ચ નિરિક્ષકો નિયુક્ત
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ, તા.૯: ગુજરાતના આંગણે લોકસભાનું મહાપર્વ આવી પહોંચ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્રારા ઉમેદવારો તથા રાજકીય ૫ક્ષો દ્રારા થતાં ચૂંટણી ખર્ચ ઉ૫ર દેખરેખ અને નિયંત્રણ માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષકઓની નિમણૂંક કરવામાં આવેલી છે. જે મુજબ ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦-સોમનાથ અને ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગ માટે પ્રસાદ ચાફેકર (મો.૮૧૬૦૩૭૯૬૭૬) તથા ૯૨-કોડીનાર અને ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ માટે ગણનાથ ઝા (મો.૭૦૧૬૭૨૧૬૮૧) ની નિમણૂક કરવામાં આવી છે. જાહેરજનતાને ચૂંટણીલક્ષી કોઇ રજૂઆત હોય તો તા.૧૫/૧૧/૨૦૨૨ થી પ્રસાદ ચાફેકરને ન્યૂ સર્કિટ હાઉસ, પ્રભાસ-પાટણ તેમજ ગણનાથ ઝાને સર્કિટ હાઉસ, કોડીનાર-ઉના હાઈવે…
Read Moreસોમનાથ ટ્રસ્ટના માનનિય ટ્રસ્ટી અને ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સાહેબના ૯૫’માં જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી.
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સોમનાથ ટ્રસ્ટના માનનિય ટ્રસ્ટી પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સાહેબ સાહેબના જન્મદિવસ નિમીત્તે આજરોજ સોમનાથ મંદિર ખાતે મહાપૂજન કરવામાં આવેલ. મહાપૂજન તેમના પ્રતીનીધિ સ્વરૂપે ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઈ લહેરી દ્વારા કરવામાં આવેલ. અડવાણી સાહેબના નિરામય દિર્ઘાયુષ્ય માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલ.સોમનાથ ભગવાનને મહાપૂજન, વિશેષ શૃંગાર કરવામાં આવેલ. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઈ લહેરી, જનરલ મેનેજર, સહીત અધિકારીઓ તથા તિર્થ પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreપ્રચાર અભિયાનની હંગામી કચેરી માટે આદેશો જારી કરાયાં
હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચુંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. ભારતના ચુંટણી પંચ તરફથી ચુંટણીઓ દરમ્યાન ચુંટણી ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો દ્વારા શરૂ કરવામાં આવતી પ્રચાર અભિયાન માટેની હંગામી કચેરીઓના નિયમન બાબતે કચ્છ-ભુજ જિલ્લા મેજીસ્ટ્રેટ…
Read Moreવિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ માટે ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ નિમાયા
હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મતદાન તા.૧/૧૨/૨૦૨૨ના અને મત ગણતરી તા.૮/૧૨/૨૦૨૨ના રોજ હાથ ધરવામાં આવનાર છે. રાજય વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જાહેરનામાંની તારીખથી મેજીસ્ટ્રીયલ પાવર ન ધરાવતાં હોય તેવા ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ ઓફીસરઓ, વિવિધ કામગીરી વિવિધ કામગીરી માટે નિયુકત નોડલ ઓફિસરઓ, ફલાઈંગ સ્કવોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમના વડાઓને તેઓને જે વિસ્તાર માટે નિમણુંક કરવામાં આવી હોય તે વિસ્તાર માટે કલમ-૪૪ માટે Arrest by Magistrate, કલમ-૧૦૩- To direct search in his presance, કલમ-૧૦૪- Power to impound any documents and things, કલમ-૧૨૯-Dispersal…
Read Moreચુંટણીમાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટે નિયંત્રણો જાહેર કરાયાં
હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચુંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. આગામી વિધાનસભા પેટા ચુંટણી સંદર્ભે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના કાર્યકર્તાઓ, સમર્થકો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પાયે કરે છે. આ લાઉડ…
Read Moreગીર સોમનાથમાં ચૂંટણીને લગતાં ચોપાનિયા, ભિંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશનના નિયમન બાબતે જાહેરનામું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ, તા.૮: ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો તેમના ટેકેદાર-ઉમેદવાર દ્વારા ચોપાનીયા, ભિંતપત્રો વગેરે દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે. આ પ્રચાર સાહિત્યના કારણે કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને આદર્શ આચારસંહિતાનું પાલન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચોપાનીયા, ભિંતપત્રો વગેરે સાહિત્ય મુદ્રણ અને પ્રકાશન બાબતે નિયમન જરૂરી છે. જે અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. આ જાહેરનામા અનુસાર કોઈપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના સ્પષ્ટ દેખાઈ આવે તે રીતે નામ-સરનામા ન…
Read Moreગીર સોમનાથમાં ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર માટે ખાનગી-જાહેર માલ-મિલકતના ઉપયોગ પર મુકાયા વિવિધ અંકુશો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ, તા.૮: ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે ગીર સોમનાથ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર અર્થે લોકોની માલ, મિલકતનું તેમની ઇચ્છા વિરુદ્ધ થતું નુકસાન અટકાવવા માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩ની પેટા કલમ-૧(ધ,ક) તથા (ધ,ખ) હેઠળ ખાનગી મિલકત, જમીન, સ્થળ પર ચૂંટણી પ્રચારના વિવિધ અંકુશો મૂકતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર કોઈપણ સરકારી જગ્યા કે મિલકત, મકાન પર પોસ્ટર, પેપર્સ, કટ આઉટ, હોર્ડિંગ્સ, બેનર્સ ચોંટાડવા કે પ્રદર્શિત કરવા નહીં. કોઈ જાહેર સ્થળે કાયદા અનુસાર સૂત્રો, પોસ્ટર્સ, કટ આઉટ, હોર્ડિંગ્સ, બેનર્સ વગેરે ચુકવણીના ધોરણે કે…
Read More