ગીર સોમનાથમાં ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર માટે ખાનગી-જાહેર  માલ-મિલકતના ઉપયોગ પર મુકાયા વિવિધ અંકુશો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

ગીર સોમનાથ, તા.૮ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે ગીર સોમનાથ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર અર્થે લોકોની માલમિલકતનું તેમની ઇચ્છા વિરુદ્ધ થતું નુકસાન અટકાવવા માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩ની પેટા કલમ-૧(ધ,ક) તથા (ધ,ખ) હેઠળ ખાનગી મિલકતજમીનસ્થળ પર ચૂંટણી પ્રચારના વિવિધ અંકુશો મૂકતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર કોઈપણ સરકારી જગ્યા કે મિલકતમકાન પર પોસ્ટરપેપર્સકટ આઉટહોર્ડિંગ્સબેનર્સ ચોંટાડવા કે પ્રદર્શિત કરવા નહીં. કોઈ જાહેર સ્થળે કાયદા અનુસાર સૂત્રોપોસ્ટર્સકટ આઉટહોર્ડિંગ્સબેનર્સ વગેરે ચુકવણીના ધોરણે કે અન્ય રીતે પ્રદર્શિત કરવાની છૂટ હોય તો તે અંગેના પ્રવર્તમાન સ્થાનિક કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે. જાહેર કે ખાનગી મકાનમિલકતજમીનદિવાલ કે કમ્પાઉન્ડ પર માલિકની પરવાનગી વગર ધ્વજ/ પતાકાબેનરોનોટિસોસૂત્રોલખાણ કે કોઈપણ ચૂંટણીલક્ષી પ્રચાર માટેનું કાર્ય કરીને મિલકતને નુકસાન કરી શકાશે નહિ.

જાહેર કે ખાનગી મકાનો પર સૂત્રો લખવાપોસ્ટર્સપ્રચાર સામગ્રી ચોંટાડવા કાયદાનો ચુસ્તપણે અમલ કરવો. રાજકીય પક્ષના કાર્યકરો કે ટેકેદારોએ અન્ય રાજકીય પક્ષો દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમના પક્ષનું સાહિત્ય વિતરણ કરી ખલેલ પહોંચાડી શકશે નહિ. આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય દંડ સહિતની કલમ-૧૮૮ મુજબ કાર્યવાહી થશે. આ જાહેરનામું તા. ૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment