હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧/૧૩૫ તથા આચારસંહિતાની જોગવાઈઓ હેઠળ શિક્ષાને પાત્ર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

 ગીર સોમનાથમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ લોકશાહીના મહાપર્વની ઉજવણી થવાની છે ત્યારે સભા-સરઘસ દરમિયાન વર્તણૂંક અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(દ) તથા કલમ-૩૭(૧)(ક)થી (છ) હેઠળ સભા-સરઘસ દરમિયાન નીચે દર્શાવેલા નિયમોનું પાલન કરવાનું રહેશે.

જાહેરનામા અનુસાર સક્ષમ અધિકારીની મંજૂરી મળ્યા બાદ જ સભા-સરઘસનું આયોજન કરવાનું રહેશે. સભા-સરઘસમાં શસ્ત્રદંડાતલવારભાલાસોટાબંદૂકચપ્પુલાકડી અથવા લાઠી તેમજ શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી વસ્તુઓ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવાની મનાઈ છે. પથ્થરો અથવા શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રોસળગતી મશાલવ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિ અને પૂતળાઓ દેખાડવાનીગીતો ગાવાની તથા બૂમો પાડવા પર મનાઈ ફરમાવવામાં આવે છે.

 ઉપરાંત કોઈને ઉતારી પાડતાચારિત્ર્ય ખંડન કરતા પ્રવચનધર્મજાતિજન્મસ્થલ ભાષા વગેરેની ભૂમિકા પર જનસમૂહ વચ્ચે વૈમનસ્યતિરસ્કારદ્વૈષ વધે તેવા ઉચ્ચારણ કરવા નહીં તેમજ રાજ્યની સલામતિ જોખમાતી હોય તેવા ભાષણ કરવા નહીં તેમજ ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલ આચારસંહિતાનો ભંગ કરે તેવી જાહેરાતોપોસ્ટર પર મનાઈ ફરમાવામાં આવી છે.

વધુમાં રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ જેમની જિંદગીને ત્રાસવાદીઓની ધમકીના કારણે જોખમ હોય તે સિવાય ચૂંટણી સંબંધિત કોઈ રેલીસરઘસ કે કાફલામાં એકસાથે ત્રણ કરતા વધારે વાહનો ચલાવી શકાશે નહીં. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧/૧૩૫ તથા આચારસંહિતાની જોગવાઈઓ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા સુધી અમલમાં રહેશે એવું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટની યાદીમાં જણાવાયું છે.

 

Related posts

Leave a Comment