રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલ ખાદ્યચીજ “ગાયનું ઘી” ના બે નમૂના તપાસ બાદ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

હિન્દ ન્યુઝ, રાજકોટ  

(૧) કૃષ્ણવિજય ડેરી ફાર્મ -કેવડાવાડી મેઈન રોડ, ગરબી ચોક, રાજકોટ ના સંચાલક દિપકભાઈ પોપટભાઈ અકબરી પાસેથી લેવાયેલ ખાધચીજ – “ગાય નું ઘી (લૂઝ)” નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં તીલ ઓઇલ તથા હળદરની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

(૨) “જલારામ ઘી ડેપો -વિનાયક નગર, ઉદયનગર-૧, અક્ષર પ્લાસ્ટીકની સામે, મવડી મેઇન રોડ, રાજકોટના માલિક બીરેનભાઈ પિયુષભાઈ જોબનપુત્રા પાસેથી  લેવાયેલ ખાધચીજ – “ગાય નું શુધ્ધ ઘી(લૂઝ)” નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં તીલ ઓઇલની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.

  •    નમુનાની કામગીરી :-

   ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ દૂધનો નમૂનો લેવામાં આવેલ :-

(૧) મિક્સ દૂધ (લુઝ): સ્થળ –શ્રી ચામુંડા ડેરી ફાર્મ -અર્હમ હોસ્પિટલ પાસે, પંચવટી મેઇન રોડ, નાના મવા રોડ, રાજકોટ.

  • રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે વિશ્વેશ્વર મેઇન રોડ, ખીજળાવાળો રોડ -મવડી વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૪ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ઠંડાપીણા, મસાલા, બેકરી પ્રોડક્ટસ વગેરેના કુલ ૧૮ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૬ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

        (૦૧)રાધે પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૨)શ્રીજી સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૩)સૂર સાગર ડેરી ફાર્મ – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૪)જલિયાણ પ્રોવિઝન સ્ટોર – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૫)યમુના ડિલક્સ પાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૬)ખોડિયાર પાન & કોલ્ડ્રિંક્સ – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (૦૭)ક્રિષ્ના પાન & કોલ્ડ્રિંક્સ (૦૮)સાગર પ્રોવિઝન સ્ટોર (૦૯)મહાદેવ સોડા શોપ (૧૦)ઉમિયા પાન & સોડા શોપ (૧૧)શ્રીજી ડેરી ફાર્મ (૧૨)પુનમ પાણીપુરી (૧૩)પુજા જનરલ સ્ટોર  (૧૪)પટેલ પાન & કોલ્ડ્રિંક્સની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

Related posts

Leave a Comment