હિન્દ ન્યુઝ, જામનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે તેમજ મંત્રીઓ અર્જુનભાઈ મોઢવાડિયા તથા શ્રીમતી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જામનગર શહેર તથા જિલ્લાના ₹622.52 કરોડના કુલ 69 વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું. મુખ્યમંત્રીએ આ અવસરે ‘સ્વચ્છ ભારત મિશન 2.0’ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન માટેના વાહનોને પ્રસ્થાન કરાવ્યું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના થઈ, જેના પરિણામે જામનગર માત્ર દેશ નહીં, પરંતુ વિશ્વના નક્શામાં સમાવિષ્ટ થયું છે : મુખ્યમંત્રી
જામનગરના ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતાં વિકાસકાર્યોની અનુભૂતિ થશે : મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા



