અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થતો બોટાદ જિલ્લો: શાળાઓમાં સંકલ્પ પત્રોનું વિતરણ

હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે લોકશાહીના આ અવસરમાં લોકો ભાગીદાર થાય અને મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુસર બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર નિરંતર કાર્યરત છે. ત્યારે નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરણા મળી રહે તે માટે બોટાદ જિલ્લાની શાળાઓમાં સ્વીપ પ્રવૃત્તિ અન્વયે વિદ્યાર્થીઓ મારફત તેમના વાલીઓ પાસે ”અવશ્ય મતદાન કરે” તે બાબતનો સંકલ્પ કરાવી, સંકલ્પ ૫ત્ર ૫ર વાલીની સહી મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને સંકલ્પ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આચાર્યો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ…

Read More

બોટાદ જિલ્લાનાં પોલીસ ઓબ્ઝર્વર તેમજ ખર્ચ ઓબ્ઝર્વરનું આગમન

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા બોટાદ જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે રાજશેખરા એન. (IPS) તેમજ ખર્ચ ઓબ્ઝર્વર તરીકે સંદીપ રાણા(IRS)ની નિમણૂંક કરવામાં આવી છે. આ બન્ને ઓબ્ઝર્વરઓનું બોટાદ જિલ્લામાં આગમન થઈ ગયું છે. વિધાનસભાની આ સામાન્ય ચૂંટણી અન્વયે બોટાદ જિલ્લાનાં કોઈ વ્યક્તિએ ચૂંટણી ખર્ચ સંબંધિત કોઈ રજૂઆત કરવી હોય તો ખર્ચ ઓબ્ઝર્વર સંદીપ રાણાને તેમના મો. નં. ૮૩૪૭૬ ૭૫૩૨૦ પર રજૂઆત કરી શકશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિએ રજૂઆત માટે રૂબરૂ મળવું હોય તો બોટાદનાં પાળિયાદ રોડ સ્થિત સર્કીટ હાઉસ ખાતે સવારે ૯-૦૦ થી…

Read More

મારો મત, મારૂં ભવિષ્ય: શ્રી પાળિયાદ કે.વ.શાળાનાં વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજીને અચૂક મતદાન કરવા અનુરોધ કર્યો

હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન (SVEEP)ના માધ્યમથી મહત્તમ મતદાન થાય, તે માટે વિવિધ પ્રવત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શ્રી પાળિયાદ કે.વ.શાળાનાં વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજીને નાગરિકોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ હાથમાં બેનર્સ રાખી ઉત્સાહપૂર્વક ”મતદાન કરો”ના નારા લગાવ્યા હતા.  રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

“મતદાન કેવી રીતે કરવું”, લોકશાહીમાં “મતદાનનું અનેરું મહત્વ” સહિતનાં વિષયો પર એકપાત્રીય અભિનય દ્વારા ગામલોકોને મતદાન કરવાં પ્રોત્સાહિત કરતાં વિદ્યાર્થીઓ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ભગવાનપરા ખાતે સ્વીપ પ્રવૃત્તિ અન્વયે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એકપાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકશાહીને લગતાં વિવિધ વિષયો પર શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર અભિનય સાથે ગામલોકોને “મતદાન અવશ્ય કરવું”નો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં “મતદાન કેવી રીતે કરવું”, લોકશાહીમાં “મતદાનનું અનેરું મહત્વ”, “ચૂંટણીમાં NOTAનો શું ઉપયોગ હોય છે “તેમજ “દરેક મત મહત્વનો છે” જેવાં વિવિધ રસપ્રદ વિષયો પર બાળકોએ અદભૂત અભિનય દ્વારા લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યાં હતાં. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

ભાવનગર જિલ્લામાં કુલ ૪૯ મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત થશે

હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં મહિલાઓ મતદાન કરવા માટે પ્રેરાય અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી.કે.પારેખના માર્ગદર્શન હેઠળ ૯૯-મહુવા, ૧૦૦-તળાજા, ૧૦૧-ગારીયાધાર, ૧૦૨-પાલિતાણા, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય, ૧૦૪-ભાવનગર પૂર્વ અને ૧૦૫-ભાવનગર પશ્ચિમ મતદાર વિભાગમાં કુલ ૪૯ મતદાન મથકો ”ખાસ સખી મતદાન મથક” તરીકે કાર્યરત થશે. ૯૯-મહુવા વિધાનસભા મતદાર વિભાગમાં ૧૨૧ મહુવા-૨૫, ૧૨૩ મહુવા-૨૭, ૧૨૫ મહુવા-૨૯,૧૩૮ મહુવા-૪૨, ૧૩૯ મહુવા-૪૩,…

Read More

રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૦૭/૧૧/૨૦૨૨ થી તા.૧૩/૧૧/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV – રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૦૭/૧૧/૨૦૨૨ થી તા.૧૩/૧૧/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે.   ૧. સિટી બસ (RMTS) સેવા                       જનરલ–          રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર ૧૧૫ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.      સિટી બસ સેવા (RMTS)માં તા.૦૭/૧૧/૨૦૨૨ થી તા.૧૩/૧૧/૨૦૨૨ દરમિયાન કુલ અંદાજીત  ૯૨,૬૬૮ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૬૭,૮૧૯ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.…

Read More