“મતદાન કેવી રીતે કરવું”, લોકશાહીમાં “મતદાનનું અનેરું મહત્વ” સહિતનાં વિષયો પર એકપાત્રીય અભિનય દ્વારા ગામલોકોને મતદાન કરવાં પ્રોત્સાહિત કરતાં વિદ્યાર્થીઓ

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ભગવાનપરા ખાતે સ્વીપ પ્રવૃત્તિ અન્વયે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એકપાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકશાહીને લગતાં વિવિધ વિષયો પર શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર અભિનય સાથે ગામલોકોને “મતદાન અવશ્ય કરવું”નો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં “મતદાન કેવી રીતે કરવું”, લોકશાહીમાં “મતદાનનું અનેરું મહત્વ”, “ચૂંટણીમાં NOTAનો શું ઉપયોગ હોય છે “તેમજ “દરેક મત મહત્વનો છે” જેવાં વિવિધ રસપ્રદ વિષયો પર બાળકોએ અદભૂત અભિનય દ્વારા લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યાં હતાં.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment