હિન્દ ન્યુઝ, બોટાદ
વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન (SVEEP)ના માધ્યમથી મહત્તમ મતદાન થાય, તે માટે વિવિધ પ્રવત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શ્રી પાળિયાદ કે.વ.શાળાનાં વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજીને નાગરિકોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ હાથમાં બેનર્સ રાખી ઉત્સાહપૂર્વક ”મતદાન કરો”ના નારા લગાવ્યા હતા.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ