બોટાદ જિલ્લામાં ‘અવસર રથ’ આવી પહોંચતા કરાયું ઉષ્માભેર સ્વાગત

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની મતદાન પ્રત્યેની નિરસતા દૂર કરીને વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન પ્રત્યેની જાગૃતિ વધારવા માટે સવિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે ત્યારે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં આજે પાળીયાદ રોડ વિસ્તાર બોટાદ ખાતે ‘અવસર રથ’ આવી પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અવસર રથ દ્વાર બોટાદકર કોલેજના…

Read More

તનથી અશક્ત છીએ, પણ મનમાંથી વહે છે સશક્ત લોકશાહીની પ્રબળ ભાવના : દિવ્યાંગ મતદાર મિતેશભાઈ મારૂ

હિન્દ ન્યુઝ, બોટાદ “દિવ્યાંગ છું, પણ મતદાનના દિવસે મારે મત આપવા જવા હવે પરિવારના સભ્યો કે આડોશપાડોશના કોઈ વ્યક્તિ પર આધારિત નહીં રહેવું પડે. દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષથી વધુ વયના દિવ્યાંગ મતદારો માટેના કંટ્રોલ રૂમ નં.(02849) 271323 પર નોંધણી કરાવીને મને ચૂંટણી વિભાગ મતદાન મથક સુધી પહોંચાડશે અને પરત મારા ઘર સુધી પણ મુકી જશે.” આ શબ્દો છે બોટાદના બરવાળા ખાતે રહેતા દિવ્યાંગ મિતેશભાઈ મારૂના… બોટાદ જિલ્લામાં દિવ્યાંગો માટે મતદાન કરવા જવું વધુ સરળ બને તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી શાખા દ્વારા…

Read More

“અવસર”નાં ઉમંગે અને લોકશાહીનાં રંગે રંગાયો બોટાદ જિલ્લો

હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત “અવસર” કેમ્પેઇન તેમજ સ્વીપ પ્રવૃત્તિ અન્વયે રાજ્યનાં તમામ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે બોટાદ જિલ્લો પણ આ શુભ “અવસર”નાં ઉમંગે અને લોકશાહીનાં રંગે રંગાયો છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ બોટાદમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અન્વયે અવનવાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે જેનાં થકી સામાન્ય નાગરીકોને લોકશાહીનાં મહાપર્વમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરવા ગામે સરકારી હાઇસ્કૂલ ખાતે મતદાન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ રેલી સહિતનાં કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ હોંશે-હોંશે ભાગ લીધો હતો.…

Read More

“વોટ આપવાનું ભૂલતા નહીં”- બોટાદ જિલ્લામાં મતદાન જાગૃત્તિ માટે બેનર લાગ્યા

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અન્વયે જિલ્લાનાં તમામ વિધાનસભા મતવિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી SVEEP અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, જાહેર સ્થળો અને વધુ લોકોની અવરજવર થતી હોય તેવાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર “અવસર અભિયાન” અંતર્ગત “વોટ આપવાનું ભૂલતા નહીં”નાં બેનર દ્વારા મતદાન જાગૃતિ કરવામાં આવી છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

તા.૨૦ મી ના રોજ બોટાદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં માન.વડાપ્રધાનની સુરક્ષા અને સલામતીના કારણોસર બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, બોટાદ માન.વડાપ્રધાન આગામી તા.૨૦/૧૧/૨૦૨૨ ના રોજ બોટાદ શહેરમાં ત્રિકોણી ખોડીયાર ખાતે ચૂંટણી પ્રચારઅર્થે પ્બ્લીક મીટીંગ કાર્યક્રમમાં પધારનાર છે. માન.વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા તેમજ મહાનુભાવશ્રીની સલામતી વ્યવસ્થાના ભાગરૂપે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં આગામી તા.૧૮/૧૧/૨૦૨૨ થી તા.૨૦/૧૧/૨૦૨૨ સુધી સુરક્ષા અને સલામતીના કારણોસર ત્રિકોણી ખોડીયાર ખાતે કાર્યક્રમના સ્થળથી ૧ કિ.મી.ની ત્રિજ્યામાં જમીનથી આકાશ તરફ ઉડાડવામાં આવતા તુક્કલ, પતંગ, ફુગ્ગા, ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને-૧૮૬૦ ના ૪૫ માં અધિનિયમ) ની કલમ-૧૮૮ મુજબ સજા…

Read More

માહિતી કચેરી ખાતે ”અવસર” અન્વયે સિગ્નેચર કેમ્પેઇનમાં ઉત્સાહપૂર્વક સહભાગી થતાં જિલ્લા સેવા સદનનાં કર્મીઓ-બોટાદવાસીઓ

હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે “અવસર લોકશાહીનો” અભિયાન અંતર્ગત જિલ્લા સેવા સદન ખાતે સ્થિત માહિતી કચેરીમાં મીડિયા સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેનાં થકી જિલ્લા સેવા સદનનાં કર્મીઓ-બોટાદવાસીઓ ચૂંટણીલક્ષી વિવિધ માહિતી મેળવી રહ્યાં છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, અહીં ”અવસર” અન્વયે સિગ્નેચર કેમ્પેઇન માટે પ્રદર્શિત કરવામાં આવેલું બેનર મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અહીંથી પસાર થતાં મુલાકાતીઓ અને જિલ્લા સેવા સદન ખાતે ફરજ બજાવતાં કર્મીઓની નજર આ બેનર પર પડ્યાં વિના રહેતી જ નથી, અહીં પહોંચતાની સાથે જ તેમના પગ થંભી જાય છે અને આ સિગ્નેચર…

Read More

બોટાદ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ     રાજ્યમાં આગામી ડિસમ્બરમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે વધુમાં વધુ મતદાન થાય તેવા હેતુને સિદ્ધ કરવા તેમજ મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ આ કેમ્પેઈન કાર્યરત છે. જેમાં બોટાદવાસીઓ ઉત્સાહભેર જોડાઇને અવશ્ય મતદાન કરવાનાં સંકલ્પ સાથે હસ્તાક્ષર કરી રહ્યા છે. બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે 100% મતદાનના ઉદ્દેશ સાથે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક લોકોએ સહી કરીને મતદાન કરવા નિર્ધાર કર્યો હતો. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

વાલીઓ પાસેથી અવશ્ય મતદાન કરવાના સંકલ્પ લેવડાવતા બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓ

હિન્દ ન્યુઝ, બોટાદ   વિધાનસભાની સામાન્ય ચૂંટણી- 2022 અન્વયે મતદારોમાં પોતાના મતાધિકાર અંગે જાગૃત્તિ કેળવવા માટે અનેક જન જાગૃત્તિના કાર્યક્રમો રાજ્યના ચુંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેમાં ઇ-પ્રતિજ્ઞા પત્ર ભરાવવામાં આવી રહ્યા છે ઉપરાંત ગત ટર્મમાં ઓછાં મતદાનવાળા મતદાન મથકોમાં નાટકના માધ્યમથી મતદારોને મતાધિકાર અંગેની જાણકારી આપવામાં આવી રહી છે.   ત્યારે હવે એકપણ પરિવાર અને એકપણ મતદાતા મતદાનથી બાકાત ન રહે તેવું આયોજન રાજ્ય ચુંટણી પંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓના માધ્યમથી વાલીઓ ચોક્કસથી મતદાન કરવા…

Read More

બોટાદ જિલ્લામાં મકાન માલીકની પરવાનગી વિના તેમની જમીન, મકાન, કમ્પાઉન્ડ દિવાલ વગેરે ઉપર બેનરો લગાવવા, લટકાવવા જેવા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ને ધ્યાને લઈ બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લાની હદમાં કોઇપણ વ્યક્તિએ તા.૦૩/૧૨/૨૦૨૨ સુધી બોટાદ જિલ્લામાં મકાન માલીકની પરવાનગી વિના તેમની જમીન, મકાન, કમ્પાઉન્ડ દિવાલ વગેરે ઉપર બેનરો લગાવવા, લટકાવવા, નોટીસ ચોટાડવી, સૂત્રો લખવા જેવા કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતના નિર્વાચન આયોગ દ્વારા રાજકિય પક્ષો અને ઉમેદવારો માટે બહાર પાડવામાં આવેલ આચાર સંહિતા મુજબ કોઈ રાજકીય પક્ષો અથવા ઉમેદવારે કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક…

Read More

સુરૂચિ – નીતિનો ભંગ થતો હોય તેવા ભાષણ આપવા ઉપર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત ચૂંટણી આચાર સંહિતાની જોગવાઈઓના અમલ માટે સમગ્ર બોટાદ જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે એક જાહેરનામા દ્વારા સુરુચિ–નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ કરવા ઉપર બોટાદ જિલ્લાના હદ વિસ્તારમાં તા.૧૭/૧૧/૨૦૨૨ થી તા.૦૩/૧૨/૨૦૨૨ ના કલાક ૨૪:૦૦ સુધી કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે જે છટાદાર ભાષણ…

Read More