હિન્દ ન્યુઝ, બોટાદ
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત “અવસર” કેમ્પેઇન તેમજ સ્વીપ પ્રવૃત્તિ અન્વયે રાજ્યનાં તમામ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે બોટાદ જિલ્લો પણ આ શુભ “અવસર”નાં ઉમંગે અને લોકશાહીનાં રંગે રંગાયો છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ બોટાદમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અન્વયે અવનવાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે જેનાં થકી સામાન્ય નાગરીકોને લોકશાહીનાં મહાપર્વમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરવા ગામે સરકારી હાઇસ્કૂલ ખાતે મતદાન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ રેલી સહિતનાં કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ હોંશે-હોંશે ભાગ લીધો હતો.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
