આજી – ૧ ડેમ ઓવરફ્લો: આજી નદીના કાંઠા પર અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સતત એનાઉન્સમેન્ટ, ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા ૩૧ વ્યક્તિઓના રેસ્ક્યુ

હિન્દ ન્યુઝ, આજી – રાજકોટ 

     રાજકોટ શહેરને પીવાનું પાણી પુરવઠો પૂરો પડતો આજી-૧ જળાશય ઓવરફ્લો થયેલ છે. વરસાદી માહોલ અને ડેમ ઓવરફ્લો થવાના પગલે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે સંબંધિત તમામ શાખાઓના અધિકારીઓ અને સ્ટાફને એલર્ટ રહેવા અને જરૂરીયાત મુજબ રાહત બચાવ કામગીરી કરવા સુચના આપી હતી. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમો દ્વારા આજી નદીના કાંઠા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવચેત રહેવા સતત માઇક સાથેના વાહનો ફેરવી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા વરસાદમાં ફસાયેલા ૩૧ વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવેલ હતા. આજીડેમ ઓવરફ્લો થયેલ છે જેના લીધે નીચાણ વાળા વિસ્તાર લલુળી વોકળી, જંગલેશશ્વર, એક્તા નગર, ભગવતી પરા, મંછાનગર, રામનાથ પરા, બાપુનગર, પોપટપરા, વગેરે એનાઉન્સની કામગીરી ચાલુ છે.

ઉપરાંત ફાયર એન્ડ ઈમરજન્સી શાખાની ૦૩ રેસ્ક્યુ ટીમ જુનાગઢ અને ૦૨ હાઇ કેપેસીટી ડીવોટરીંગ પંપ વ્હીકલ ગીર સોમનાથ મોકલેલ છે તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ૩ SSI, ૧ SI, ૧ એન્જી. સહિત ૭૫ સફાઈ કામદાર સફાઈના સાધનો સાથે બે બસમાં જૂનાગઢ ખાતે રવાના થયેલ છે.

વોર્ડ નં.૧૬માં બેઠા પુલના રસ્તા ઉપર સાવચેતીના ભાગરૂપે બેરિકેડ રાખી અવર-જવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment