રાજકોટ મનપાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખાની સાધનસામગ્રીથી સજ્જ ત્રણ રેસ્ક્યુ ટીમ રાહત બચાવની કામગીરી માટે જૂનાગઢ પહોંચી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

     જૂનાગઢ શહેરમાં પડેલ અતિ ભારે વરસાદમાં રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખાની ત્રણ રેસ્ક્યુ ટીમ જેમાં પુરની બચાવ કામગીરીના સાધનો સાથે લાઈફ જેકેટ, લાઈફબોયા, રસ્સા, રેસ્ક્યુ બોટ, ઇલેક્ટ્રિક વુડન કટરો વગેરે સાધનો સાથે મીની રેસ્ક્યુ વાહન, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ સાથે બે સ્ટેશન ઓફિસર, લિડિંગ ફાયરમેન, ફાયરમેન અને ડ્રાઇવર સહિત મનપાના ફાયર બ્રિગેડના ૧૭ થી ૧૮ અધિકારી / કર્મચારીઓ તરવૈયા સાથે રાહત બચાવની કામગીરી કરવા માટે જૂનાગઢ શહેરની મદદ માટે પહોંચી ગયેલ છે. 

ઉપરાંત ગઈ કાલે ગીર સોમનાથ ખાતે વધારે પાણી શેરીઓમાં ભરાતા મનપાના બે હાઈ કેપેસિટી ડીવોટરિંગ વહીકલ પમ્પ સાથેના સ્ટાફ ગયેલ છે.

Related posts

Leave a Comment