રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત ગીર સોમનાથમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની વજણી કરવામાં આવે છે. આ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીને  અનુલક્ષી પ્રતિ વર્ષ ૩૧ ઓક્ટોબરના રોજ ‘એકતા દોડ’નું આયોજન કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગીર સોમનાથમાં પણ ‘રાષ્ટ્રીય એકતા દોડ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મોરબીની ગોઝારી હોનારતનાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સાદગીપૂર્ણ રીતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો હતો.         સરકારી બોયઝ હાઈસ્કૂલથી શરૂ કરી રાજેન્દ્રભુવન રોડથી થઈ શ્રીમતી…

Read More

પૂર્વ રાજ્યમંત્રી સ્વ તારાચંદભાઈ છેડાની છઠ્ઠી માસિક શ્રદ્ધાંજલિ નિમિત્તે તેમની અર્ધપ્રતિમાનું અનાવરણ કરતા વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ        આજરોજ મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામે શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન મહાજન વાડી ખાતે પૂર્વ રાજયમંત્રી સ્વ તારાચંદભાઈ છેડાની અર્ધપ્રતિમાનું અનાવરણ વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય અને માંડવી- મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં  કરાયુ હતું.       આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યએ તારાચંદભાઈ છેડાની સેવાકીય ભાવનાને બિરદાવી અને કહ્યું હતુ કે સેવા એકલો માણસ નથી કરતો તેની સાથો સાથ આખો પરિવાર જોડાયેલો હોય છે. જીવ માત્રની સેવા એ શ્રેષ્ઠ ધર્મ છે.        તેઓએ પૂર્વ રાજ્યમંત્રી સ્વ તારાચંદભાઈ છેડાની અર્ધપ્રતિમાનું અનાવરણ કરીને છઠ્ઠી માસિક શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી…

Read More

ભુજ શહેરમાં રૂ.૪૮.૯૨ લાખના ખર્ચે ખારી નદી ખાતે સ્મશાનગૃહ તેમજ કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહૂર્ત કરતાં વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ  વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના વરદ હસ્તે રવિવારના રોજ રૂ. ૪૮.૯૨ લાખના ખર્ચે ખારી નદી લાકડીયા સ્મશાનગૃહ તેમજ કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.   ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ૧૫મા નાણાપંચની અંતગર્ત ભુજ નગરપાલિકાને ખારી નદીના આ કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, અગ્રણી સર્વેશ્રી બાલકૃષ્ણભાઈ મોતા, ગજેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, કમલભાઈ ગઢવી, મનુભા જાડેજા,જયદિપસિંહ જાડેજા, સત્યરાજસિંહ જાડેજા, મહિદિપસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા,ઘનશ્યામભાઈ સી.ઠક્કર સહિત ભૂતનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

વિધાનસભા અધ્યક્ષના હસ્તે આરટીઓ તેમજ રાવલવાડી રિલોકેશન સાઈટ ખાતે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, ભુજ         વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના વરદ હસ્તે રવિવારના રોજ ભુજ નગરપાલિકા વિસ્તારમાં આરટીઓ અને રાવલવાડી રિલોકેશન સાઈટ ખાતે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી સડક યોજના ગ્રાન્ટ અંતગર્ત ભુજ શહેરના વોર્ડ નં.૧૦ના આરટીઓ રિલોકેશન સાઈટમાં ડામર રોડ રિસર્ફેસિંગ કામ રૂ.૩,૧૪,૭૮,૧૬૬ના ખર્ચે તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી શેરી નંબર ૧૦માં રૂ.૩.૨૫ લાખના ખર્ચે બ્રાઉન્ડ્રી વોલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાવલવાડી રિલોકેશન સાઈટ ખાતે વિવિધ રોડ રસ્તાના રિસર્ફેસિંગ કામો હેતુ રૂ. ૩ કરોડના ખર્ચે વિકાસકામોનું અધ્યક્ષએ…

Read More

તળાજા આઈટીઆઈ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર તળાજા ગવર્ન્મેન્ટ આઈટીઆઈ કોલેજ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અંતર્ગત એકતા દોડ (રન ફોર યુનિટી)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈ. ટી. આઈ. કોલેજના પ્રિન્સિપાલ જે.એમ.દવે અને સ્ટાફમિત્રો સહિત ૧૫૦ જેટલા વિધાર્થીઓ દ્વારા તળાજા શહેરના માર્ગ પરથી ડ્રેસકોડમાં શિસ્તબદ્ધ રીતે પસાર થઈને પોસ્ટર અને સૂત્રો સાથે લોકોમાં એકતા સંદેશ સાથે દોડ યોજાઇ હતી. અંતમાં સંસ્થાના સુપરવાઇઝર ઈન્સ્ટ્રક્ટર ઋષિભાઈ દવે દ્વારા “એકતા પ્રતિજ્ઞા” લેવડાવી એક જાગૃત નાગરિક તરીકે પરસ્પર ભાઈચારો અને એકતા જાળવી રાખવા અપીલ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને…

Read More

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે “ રાષ્ટ્રીય એકતા દીવસ” ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિતે તા .૩૧ ઓકટોબરના દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે તા. ૩૧/૧૦/૨૦૨૨ ના રોજ બન્સ વોર્ડની ઉપર, સેમિનાર હોલ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગ રૂપે હોસ્પિટલના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે રાષ્ટ્રીય એકતા દિવસ શપથ લેવામાં આવેલ હતી. આ ઉપરાંત મોરબી ખાતે બનેલ દુર્ધટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શાંતિ આપવા માટે બે મિનિટનું મૌન પાળી મૃતકોના…

Read More

સૌરાષ્ટ્ર દિવ્યાંગ ક્રિકેટ ટુનાર્મેન્ટમાં રાજકોટની ટીમ વિજેતા

હિન્દ ન્યુઝ, ભાવનગર સૌરાષ્ટ્ર દિવ્યાંગ ક્રિકેટ એસોસિએશન તથા પાર્થ યુવા મંડળ (ચેરીટેબલ ટ્રસ્ટ) ભાવનગર દ્રારા આયોજીત સૌરાષ્ટ્ર દિવ્યાંગ ક્રિકેટ ટુનાર્મેન્ટમાં રાજકોટની ટીમ વિજેતા થઈ હતી જયારે ગાંધીનગર ની કિકેટ ટીમ ઉપ વિજેતા થયેલ હતી. સૌરાષ્ટ્ર દિવ્યાંગ ક્રિકેટ ટુનાર્મેન્ટ તા. ૩૦/૧૦/૨૨ ને રવિવારે રોજ રેલ્વે ક્રિકેટ ગાઉન્ડ(દેસાઈ નગર)પાસે યોજાઇ હતી. જેમાં ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાની આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં અમરેલી, સુરેન્દ્રનગર, દ્રારકા, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર સીટીની ટીમોએ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્ર દિવ્યાંગ ક્રિકેટ ટુનાર્મેન્ટ રમવા માટે દરેક જિલ્લામાંથી દિવ્યાંગ ક્રિકેટરો ટુનાર્મેન્ટ ભાવનગર ખાતે(રેલ્વે ક્રિકેટ મેદનમાં)…

Read More

શ્રી રામાણીયા જૈન મહાજન દ્વારા આયોજિત નિ શુલ્ક સેવા કેમ્પ નો ભવ્ય આયોજન, જેમાં ટ્રેડિશનલ ચાઈનીઝ મેથડ ટેકનીક ના માસ્ટર રશમીન કેનીયા રહયા ઉપસ્થિત

હિન્દ ન્યુઝ, કચ્છ તા. ૩૧ મુન્દ્રા તાલુકા ના રામાણીયા ગામ મધ્યે શ્રી રામાણીયા જૈન મહાજન તરફથી આજ રોજ નિ:શુલ્ક ટ્રેડિશનલ ચાઈનીઝ મેથડ સેવા કેમ્પ નો ભવ્ય આયોજન કરવામાં આવ્યો હતો આ સેવા કેમ્પ ની મંગલમય ઉદબોધન નેમજી ભાઈ હંસરાજભાઈ રાભીયા દ્વારા કરવામાં આવ્યો હતો સાથે માસ્ટર રશ્મીન સાહેબ નો સાલ અને ફુલ હાર દ્વારા વિષેસ સન્માન કાન્તિ ભાઈ ખેતશી ભાઈ રાભીયા દ્વારા કરવામાં આવ્યો હતો આ સેવા કેમ્પ મા મુખ્ય માસ્ટર રશ્મીન કેનીયા દ્વારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ મા આજુબાજુ ના ગામડાઓ ના ૭૦ થી વધુ દરદી ઓ…

Read More

મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આવી

હિન્દ ન્યુઝ, મોરબી જસદણ શહેર યુવા ભાજપ દ્વારા મોરબી ખાતે ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત ની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી અને પુલ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે જસદણ શહેર ભાજપના હોદેદારો, નગરપાલિકાનાં સભ્યો વિવિધ મોરચાનાં આગેવાન સામાજીક આગેવાનો હાજર રહી દિવંગતની આત્માની શાંતિ મળે એ માટે પ્રાર્થના કરેલ બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ૫ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાનાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા. ૩૧-૧૦-૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૫ કમર્ચારીઓ નિવૃત થતા નાયબ મ્યુનિ. કમિશનરશ્રી આશિષ કુમાર દ્વારા મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.           ઓક્ટોબર-૨૦૨૨નાં છેલ્લા દિવસે નિવૃત્ત થયેલ સ્ટાફ (૧) ફિલ્ટર પ્લાન્ટ શાખાના હેલ્પર સુધીર રામચન્દ્ર ગવેડા (૨) ફાયર બ્રિગેડ શાખાના ફાયર મેન મોગલ અબીદ એચ. (૩) ફાયર બ્રિગેડ શાખાના ડ્રાઈવર વિજયસિંહ મનહરલાલ…

Read More