પૂર્વ રાજ્યમંત્રી સ્વ તારાચંદભાઈ છેડાની છઠ્ઠી માસિક શ્રદ્ધાંજલિ નિમિત્તે તેમની અર્ધપ્રતિમાનું અનાવરણ કરતા વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ 

      આજરોજ મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામે શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન મહાજન વાડી ખાતે પૂર્વ રાજયમંત્રી સ્વ તારાચંદભાઈ છેડાની અર્ધપ્રતિમાનું અનાવરણ વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય અને માંડવી- મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં  કરાયુ હતું.

      આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યએ તારાચંદભાઈ છેડાની સેવાકીય ભાવનાને બિરદાવી અને કહ્યું હતુ કે સેવા એકલો માણસ નથી કરતો તેની સાથો સાથ આખો પરિવાર જોડાયેલો હોય છે. જીવ માત્રની સેવા એ શ્રેષ્ઠ ધર્મ છે.

       તેઓએ પૂર્વ રાજ્યમંત્રી સ્વ તારાચંદભાઈ છેડાની અર્ધપ્રતિમાનું અનાવરણ કરીને છઠ્ઠી માસિક શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને તેમણે કરેલ સંઘર્ષ, સેવા અને સંવેદનાના ગુણોને યાદ કરીને પ્રણામ કર્યાં હતાં. 

      આ તકે તેઓએ મોરબીમાં પુલ તુટવાની ઘટના ઘટી તેના પીડિતોને યાદ કરીને મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેઓએ માદરે વતન મધ્યે વિવિધ સેવાકિય કાર્યો કરનાર દાતાઓની સેવા ભાવનાને વંદન કર્યા હતા. કાંડાગરા ગામે દાતા પરિવાર મુળજીભાઇ રણશી છેડા, શામજીભાઇ લિલાધર છેડા અને જગશીભાઇ ચાંપશી છેડા પરિવારની સેવા ભાવનાને મહાજનના સર્વ પદાધિકારીઓએ બિરદાવી હતી.

    કાર્યક્રમનું સંચાલન કરતા ધિરજભાઇ છેડા ‘એકલવીર’એ તારાચંદભાઇ ની જીવદયા પ્રવૃતિ અને માનવસેવાને યાદ કર્યા હતાં. તેમણે ગ્લોબલ કચ્છ સંસ્થા દ્વારા કચ્છ જિલ્લાના ગામોમાં તળાવો ઊંડા કરવાની અને પ્રાકૃતિક ખેતી માટે જાગૃતિ લાવવા હાકલ કરી હતી. આ કાર્યો માટે સંસ્થા વતીતમામ સહયોગ અને માર્ગદર્શનની ખાત્રી આપી હતી. છેડા પરિવાર વતી જીગર તારાચંદભાઇ છેડાએ તેમના પિતાએ શરૂ કરેલી સેવાકિય પ્રવૂતિઓ છ મહિનાથી ચાલુ હોવાનુ જણાવ્યુ હતું અને આગળ પણ ચાલુ રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો.

    આ પ્રસંગે માંડવી- મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, છેડા પરિવારના હંસાબેન, ગિરિશભાઇ, મહેશભાઇ, લહેરીભાઇ, જયેશભાઇ અને પરિવારજનો, મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર, ઉપપ્રમુખ પ્રકાશ પાટીદાર, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, મુન્દ્રા તાલુકા પંચાયત ઉપપ્રમુખ રતનભાઈ ગઢવી, મુન્દ્રા નગરપાલિકા કારોબારી ચેરમેન ડાયાલાલભાઈ આહીર, તાલુકા પંચાયત સદસ્ય સોમાભાઈ રબારી, એપીએમસીના રાજેન્દ્રસિંહ જાડેજા, સર્વ અગ્રણી વિરમભાઈ ગઢવી, વિશ્રામભાઈ ગઢવી, ભૂપેન્દ્રભાઇ મહેતા, રવાભાઈ આહીર, વાલજી ટાપરીયા, શક્તિસિંહ જાડેજા, દાતા મનોજભાઈ છેડા, કચ્છ કાંડાગરા વીસા ઓસવાલ જૈન મહાજનના પ્રમુખ દેવચંદભાઈ છેડા, સર્વ આગેવાનો, તેમજ સર્વ ટ્રસ્ટીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

Leave a Comment