સૌરાષ્ટ્ર દિવ્યાંગ ક્રિકેટ ટુનાર્મેન્ટમાં રાજકોટની ટીમ વિજેતા

હિન્દ ન્યુઝ, ભાવનગર

સૌરાષ્ટ્ર દિવ્યાંગ ક્રિકેટ એસોસિએશન તથા પાર્થ યુવા મંડળ (ચેરીટેબલ ટ્રસ્ટ) ભાવનગર દ્રારા આયોજીત સૌરાષ્ટ્ર દિવ્યાંગ ક્રિકેટ ટુનાર્મેન્ટમાં રાજકોટની ટીમ વિજેતા થઈ હતી જયારે ગાંધીનગર ની કિકેટ ટીમ ઉપ વિજેતા થયેલ હતી.

સૌરાષ્ટ્ર દિવ્યાંગ ક્રિકેટ ટુનાર્મેન્ટ તા. ૩૦/૧૦/૨૨ ને રવિવારે રોજ રેલ્વે ક્રિકેટ ગાઉન્ડ(દેસાઈ નગર)પાસે યોજાઇ હતી. જેમાં ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાની આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં અમરેલી, સુરેન્દ્રનગર, દ્રારકા, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર સીટીની ટીમોએ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્ર દિવ્યાંગ ક્રિકેટ ટુનાર્મેન્ટ રમવા માટે દરેક જિલ્લામાંથી દિવ્યાંગ ક્રિકેટરો ટુનાર્મેન્ટ ભાવનગર ખાતે(રેલ્વે ક્રિકેટ મેદનમાં) રમવા આવેલ હતા. જેમાં ફાઈનલ માં રાજકોટ ની ટીમ વિજેતા થયેલ,જયારે ગાંધીનગર ની કિકેટ ટીમ ઉપ વિજેતા થયેલ હતી.

આ ટુનાર્મેન્ટ મુખ્ય હેતુ આમાંથી નવોદિત દિવ્યાંગ ક્રિકેટરોની સૌરાષ્ટ્ર ટીમની એક મજબુત બેન્ચ સ્ટેંથ ઊભી કરવાનો છે જે નેશનલ કક્ષાએ રમવા માટે જઇ શકે. આ ભવ્ય ટુર્નામેન્ટમાં ભાવનગર ગ્રામ્ય તરફથી તળાજા દિવ્યાંગ ક્રીકેટ ટીમે ભાગ લીધો હતો. જેમાં ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ પાર્ટીશીપેન ટ્રોફી તથા ફેર પ્લે એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment