ધાંગધ્રા પોલીસ દ્વારા મેળામાં ખોવાયેલ મોબાઈલ ની ગણતરી ના કલાકોમા શોધી મૂળ માલિકને પરત સોંપતા સીટી પીઆઈ સોલંકી

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા

ધાંગધ્રા શહેર ખાતે ભાતીગળ લોકમેળાનો આનંદ માણવા આઠમના દિવસે બહુ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જ્યારે ધાંગધ્રા શહેરના કુંભાર પરા વિસ્તારમાં રહેતા અસ્કાબેન મુલતાની પોતાના પરિવાર સાથે મેળાની મોજ માણવા આવેલ તે સમય દરમિયાન તેમનો મોબાઈલ મેળામાં ખોવાઈ જતા પોલીસને જાણ કરતા તાત્કાલિક ગણતરી કલાકોમાં ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકી સાહિત્ય સ્ટાફ દ્વારા મેળામાં કોમબીગ હાથ ધરવામાં આવ્યું હતું અને ખોવાયેલ મોબાઇલને ટેકનોલોજીના માધ્યમથી શોધી કાઢ્યો હતો મોબાઇલ શોધી મૂડ માલિક અસ્કાબેન મુલતાની ને સોંપવામાં આવ્યો હતો.

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment