ભાવનગરમાં ટોપ થ્રી નજીક એક સાથે ૨૧ જગ્યાએ મટકી ફોડનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી, ઘોડા,પાલકી, જય બોલો કનૈયા લાલ કી,

હિન્દ ન્યુઝ, ભાવનગર

જન્માષ્ટમીના પાવન અવસરે આપણે ત્યાં મટકી ફોડવાની એક પરંપરા રહી છે. મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઇમાં ગોવિંદાઓ દ્વારા પિરામીડ આકારે ૫ થી ૧૦ માળની ઉંચાઇ પર બાંધેલ મટકીને ફોડવીને ફોડતાં જોવું એક અલભ્ય અવસર હોય છે.

આવાં જ એક ઉપક્રમમાં નવો ઇતિહાસ રચતાં શીવસાગર ગૃપ દ્વારા તરસમિય રોડ,ટોપ થ્રી નજીકના વિસ્તારમાં ડી.જે. સાથે દાંડિયા રાસ અને ફટાકડાની રંગબેરંગી રોશની અને ’નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, ’હાથી, ઘોડા,પાલકી, જય બોલો કનૈયા લાલ કી’ ના નાદ વચ્ચે આ સમગ્ર કાર્યક્રમમાં ૨૦૦ જેટલાં શિવ સાગરવાસીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થયાં હતાં.

સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જીગ્નેશ જોશી અને તેના મિત્રો દ્વારા સંચાલિત શિવ સાગર યુવા ગ્રુપ દ્વારા શિવ સાગર ૧ ,૨ અને ૩ માં એક સાથે ૨૧ જગ્યાએ મટકી ફોડનો કાર્યક્ર્મ આયોજિત કરવામાં આવ્યો હતો. જે કદાચ ભાવનગરમાં પ્રથમવાર આવી ઘટના ભાવનગરમાં બની છે.

આ તમામ જગ્યાઓએ શિવ સાગર યુવા ગ્રુપ દ્વારા પિરામિડ બનાવી મટકી ફોડીને કૃષ્ણ જન્માત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મોડી સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ભાવનગરના બોર તળાવ ખાતે આવાં જ મટકી ફોડના કાર્યક્રમમાં સહભાગી થયાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment