કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર ગીર સોમનાથ જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિધાનસભાની સામાન્ય ચૂંટણી–૨૦૨૨ અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ  બી.વી.લિંબાસિયા દ્વારા જિલ્લામાં હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. ગુજરાત પોલીસ અધિનિયમ–૧૯૫૧ની કલમ ૩૭(૧) અન્વયે જાહેરનામા અનુસાર શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થાય તેવી વસ્તુઓ  જઈ શકે નહીં. પથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેંકી શકે તેવા યંત્રો તેમજ સાધનો લઈ જવા નહીં. વ્યક્તિઓ અથવા શબ તેમજ આકૃતિઓ તેમજ પૂતળા દેખાડવા નહીં. અપમાન કરવાના ઈરાદાથી બિભત્સ સૂત્રો પોકારવા તેમજ અશ્લીલ ગીતો ગાવા નહીં. સુરૂચિ તેમજ શાંતિનો ભંલઈગ થાય તેવા હાવભાવ, ચેષ્ટા કરવી નહીં અને ચિત્રો, પ્લેકાર્ડ તેમજ અન્ય…

Read More

ગીર સોમનાથમાં પરવાનગી વગર સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ,  ગીર સોમનાથ  ગીર સોમનાથમાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા પરવાનગી વગર સભા–સરઘસ કાઢવા પર જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાનું પાલન ન કરનારને ગુનો સાબીત થયે દંડની શિક્ષા થશે તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ–૧૮૮ અનુસાર સાદી કેદ અથવા રૂ.૨૦૦ સુધીનો દંડ અથવા બન્ને શિક્ષાને પાત્ર થશે. વધુમાં જાહેરનામા અનુસાર ફરજ પર હોય તેવી ગૃહરક્ષણ મંડળીઓને, સરકારી નોકરીએ અવર–જવર કરતી હોય તેવી વ્યક્તિઓને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાનયાત્રામાં જોડાનાર વ્યક્તિઓને તેમજ સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી મેળવનારને આ હુકમ લાગુ પડશે નહીં. આ…

Read More

ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા માનવ વસ્તી વગરના ટાપુઓ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગુજરાત સ્ટેટ લેવલ કોસ્ટલ સિક્યુરિટીની બેઠક અને ડિપાર્ટમેન્ટ લેવલ કોસ્ટલ સિક્યુરિટી કમિટીની બેઠકની કાર્યવાહી નોંધના મુદ્દા નં.૦૮માં માનવ વસ્તી વગરના ટાપુઓ પર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ–૧૯૭૩ની કલમ–૧૪૪ મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે અનુસાર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષક દ્વારા દરખાસ્ત થતાં આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના–મોટા કુલ ૦૫ ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. જે ટાપુઓ પર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં સુરક્ષાને લગતા કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે સીમર ભેંસલા આઈલેન્ડ, સીમર…

Read More

વેરાવળ સીટી પોલીસે સ્વજનોથી વિખુટી પડેલ માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળની આદિત્ય બિરલા હોસ્પિટલમાં એક અજાણી માનસિક અસ્વસ્થ મહિલા સારવાર અર્થે આવી હતી. જેનું નામ–સરનામું જણાવી શકી નહોતી. જેથી આદિત્ય બિરલાના સ્ટાફ દ્વારા પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી. વેરાવળ સીટી પોલીસની ટીમે ત્વરિત મહિલા બાબતે તપાસ હાથ ધરીને પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો. જેથી પરિવારે ગદગદિત થઈ પોલીસની સરાહનીય કામગીરીનો આભાર માન્યો હતો. માનસિક અસ્વસ્થ મહિલાની જાણ થતાં જ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.ઈશરાણીની સૂચનાથી રામભરોસા ચોકીનાપો.સબ.ઈન્સ. આર.એચ.સુવા તેમજ રામભરોસા ચોકીના પો.હેડ.કોન્સ કે.બી.વાદી તેમજ વુમન પો.કોન્સ કાજલબેન સોલંકી ત્વરીત આદિત્ય બિરલા હોસ્પિટલ પહોંચ્યા હતાં. જ્યાં જરૂરી પ્રાથમિક સારવાર પછી સખી વન સ્ટોપ…

Read More

પ્રચાર માધ્યમો માટે ‘એક્ઝિટ પોલ’ અને ઓપિનિયન પોલ સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ : આજથી ‘એક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ,  ભુજ  ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ”એક્ઝિટ પોલ’’ અને ”ઑપિનિયન પોલ’’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા સંદર્ભે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા અંતર્ગત આવતીકાલ તા.12.11.2022 ને શનિવારે સવારે 8:00 વાગ્યાથી તા.5.12.2022 ને સોમવારે સાંજે 5:30 વાગ્યા સુધી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓના સંદર્ભે પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘એક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે, કે અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર નહીં કરી શકે. ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.10.11.2022…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી

હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સંતકબીર રોડ, પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધ, ડેરી પ્રોડક્ટસ, ખાદ્ય તેલ વગેરેના કુલ ૧૩ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૩ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.         (૦૧)ભગવતી ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૨)ચામુંડા ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૦૩)કિશન ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.        તથા (૦૪)રાધે શ્યામ ડેરી ફાર્મ (૦૫)ન્યુ ભારત સ્વીટ માર્ટ (૦૬)શ્રીનાથજી ફ્રરસાણ (૦૭)જલારામ સ્વીટ & નમકીન (૦૮)સત્યમ પ્રોવિઝન સ્ટોર (૦૯)વરિયા ફરસાણ…

Read More

૧૪ નવેમ્બરના રોજ રણોત્સવ ધોરડો ખાતે ક્રાફ્ટ તથા ફૂડ સ્ટોલ માટે આવેલી અરજીઓનો કમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાશે

હિન્દ ન્યુઝ,  ભુજ  ધોરડો રણોત્સવ ૨૦૨૨-૨૩ દરમિયાન હસ્તકભુજળા સાથે સંકળાયેલ તેમજ તે પ્રકારની વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ થાય તે માટે ક્રાફ્ટ સ્ટોલ તથા ખાણી-પીણી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટસીટી બહાર ”ક્રાફ્ટ & ફૂડ બજાર” ઊભી કરવામાં આવી છે. આ ક્રાફ્ટ સ્ટોલ તથા ફૂડ સ્ટોલ બજારમાં રસ ધરાવતા સખી મંડળ/સ્વ:સહાય જૂથના સભ્યો કારીગરોની અરજીઓ તા.૧૦/૧૧/૨૦૨૨ સુધી સ્વીકારવામાં આવી હતી. જે અંતર્ગત ક્રાફ્ટ તથા ફૂડ સ્ટોલ માટે આવેલ અરજીઓનો કમ્પ્યુટરાઇઝ ડ્રો તા.૧૪/૧૧/૨૦૨૨ના સવારે ૧૧:૦૦ કલાકે,રણ ઉત્સવ, ક્રાફ્ટ બજાર, ધોરડો ખાતે રાખવામાં આવ્યો છે તેવું જી.કે.રાઠોડ અધ્યક્ષ અને નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી…

Read More

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધાપર ખાતે વર્લ્ડ ડાયાબીટીસ ડે ની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ભુજ આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધાપર મધ્યે વર્લ્ડ ડાયાબીટીસ ડે (વિશ્વ મધુપ્રમેહ દિવસ ) નિમિત્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર આર ફૂલમાલીના માર્ગદર્શન હેઠળ જી કે જનરલ હોસ્પિટલ-ભુજના કોમ્યુનીટી મેડીસીન વિભાગ દ્વારા તેમજ NCD સેલ અને SBCC ટીમ ભુજના સહયોગથી લોકોને ડાયાબિટીસ રોગ વિશે જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું તેમજ મેડીસીન વિભાગ દ્વારા સ્ક્રીનીગ કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ ૭૬ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મેડીકલ ઓફીસર ડો.ધારા પાડલીયા, આયુષ મેડીકલ ઓફીસર પ્રતિભા ભાનુશાલી, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કોર્ડીનેટર એનસીડી વિભાગના વિપુલ દેવમુરારી, એફએચએસ ચંદ્રિકાબેન તેમજ…

Read More