મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેના હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, આણંદ

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહકારિતા દિવસની ઉજવણી અવસરે આણંદ ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી “ત્રિભુવન” સહકાર યુનિવર્સિટીના શિલાન્યાસ અને ભૂમિપૂજન કાર્યક્રમમાં પધાર્યા હતા.

આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના હેલીપેડ ખાતે મુખ્યમંત્રીનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના આણંદ જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, અગ્રણી સંજયભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, જગતભાઈ પટેલ, રણજીતસિંહ ચૌહાણ, ધારાસભ્ય સર્વ યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, ગોવિંદભાઈ પરમાર, કમલેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી, અમદાવાદ રેન્જ આઈ. જી. સુ નિધિ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

 

Related posts

Leave a Comment