હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ ખાતે સરદાર પટેલની ૧૫૦મી જયંતી ના અવસરે દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી “ત્રિભુવન” સહકાર યુનિવર્સિટીના શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સહભાગી બનવા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું આણંદ સ્થિત કૃષિ યુનિવર્સીટીના હેલીપેડ ખાતે આગમન થયુ હતું.
કૃષિ યુનિવર્સિટી સ્થિત હેલિપેડ ખાતે પધારેલા કેન્દ્રિય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહ નું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી, અમદાવાદ રેન્જ આઈ. જી. સુ નિધિ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, અગ્રણી સંજયભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, જગતભાઈ પટેલ, રણજીતસિંહ ચૌહાણ સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
