ગીર સોમનાથમાં પરવાનગી વગર સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ,  ગીર સોમનાથ 

ગીર સોમનાથમાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા પરવાનગી વગર સભાસરઘસ કાઢવા પર જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવે છેઆ જાહેરનામાનું પાલન ન કરનારને ગુનો સાબીત થયે દંડની શિક્ષા થશે તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ૧૮૮ અનુસાર સાદી કેદ અથવા રૂ.૨૦૦ સુધીનો દંડ અથવા બન્ને શિક્ષાને પાત્ર થશે.

વધુમાં જાહેરનામા અનુસાર ફરજ પર હોય તેવી ગૃહરક્ષણ મંડળીઓનેસરકારી નોકરીએ અવરજવર કરતી હોય તેવી વ્યક્તિઓનેકોઈ લગ્નના વરઘોડાનેસ્મશાનયાત્રામાં જોડાનાર વ્યક્તિઓને તેમજ સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી મેળવનારને આ હુકમ લાગુ પડશે નહીં.

આ હુકમની અવગણના તેમજ માનવજીવનને નુકસાન અથવા સ્વાસ્થ્ય કે સલામતીને ભય ઉત્પન્ન થાય અથવા કોઈ હુલ્લડ થાય તો વ્યક્તિને ૬(માસની સાદી કેદ અથવા રૂ.૧૦૦૦ સુધીનો દંડ બન્ને શિક્ષાને પાત્ર ઠરશેઆ જાહેરનામું તા.૧૪૧૧૨૦૨૨થી ૩૦ દિવસ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment