માહિતી કચેરી ખાતે ”અવસર” અન્વયે સિગ્નેચર કેમ્પેઇનમાં ઉત્સાહપૂર્વક સહભાગી થતાં જિલ્લા સેવા સદનનાં કર્મીઓ-બોટાદવાસીઓ

હિન્દ ન્યુઝ, બોટાદ

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે “અવસર લોકશાહીનો” અભિયાન અંતર્ગત જિલ્લા સેવા સદન ખાતે સ્થિત માહિતી કચેરીમાં મીડિયા સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેનાં થકી જિલ્લા સેવા સદનનાં કર્મીઓ-બોટાદવાસીઓ ચૂંટણીલક્ષી વિવિધ માહિતી મેળવી રહ્યાં છે.

ત્યારે ઉલ્લેખનીય છે કે, અહીં ”અવસર” અન્વયે સિગ્નેચર કેમ્પેઇન માટે પ્રદર્શિત કરવામાં આવેલું બેનર મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અહીંથી પસાર થતાં મુલાકાતીઓ અને જિલ્લા સેવા સદન ખાતે ફરજ બજાવતાં કર્મીઓની નજર આ બેનર પર પડ્યાં વિના રહેતી જ નથી, અહીં પહોંચતાની સાથે જ તેમના પગ થંભી જાય છે અને આ સિગ્નેચર કેમ્પેઇનનાં બેનરમાં સહિ કરી તેઓ પણ હોંશે-હોંશે “અવશ્ય મતદાન કરવું”નો સંકલ્પ લઇ રહ્યાં છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment