ગીર સોમનાથની ચાર વિધાનસભા બેઠકો માટે ચૂંટણી ખર્ચ નિરિક્ષકો નિયુક્ત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

ગીર સોમનાથ, તા.૯: ગુજરાતના આંગણે લોકસભાનું મહાપર્વ આવી પહોંચ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્રારા ઉમેદવારો તથા રાજકીય ૫ક્ષો દ્રારા થતાં ચૂંટણી ખર્ચ ઉ૫ર દેખરેખ અને નિયંત્રણ માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષકઓની નિમણૂંક કરવામાં આવેલી છે. જે મુજબ ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦-સોમનાથ અને ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગ માટે પ્રસાદ ચાફેકર (મો.૮૧૬૦૩૭૯૬૭૬) તથા ૯૨-કોડીનાર અને ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ માટે  ગણનાથ ઝા (મો.૭૦૧૬૭૨૧૬૮૧) ની નિમણૂક કરવામાં આવી છે.

જાહેરજનતાને ચૂંટણીલક્ષી કોઇ રજૂઆત હોય તો તા.૧૫/૧૧/૨૦૨૨ થી  પ્રસાદ ચાફેકરને ન્યૂ સર્કિટ હાઉસ, પ્રભાસ-પાટણ તેમજ  ગણનાથ ઝાને સર્કિટ હાઉસ, કોડીનાર-ઉના હાઈવે સ્થળે મળી શકે છે. રૂબરૂ મળવા માટે લાયઝન અધિકારી અનુક્રમે કમલેશ વાજા (મો- ૯૦૯૯૦૯૮૪૮૩) તેમજ રમેશ ઝીંઝાળા (૯૮૨૫૮૮૫૮૭૯)નો સંપર્ક કરી અગાઉથી સમય મેળવી લેવાનો રહેશે.

નોંધનીય છે કે, લોકશાહીના આ મહાપર્વ દરમિયાન ભારતના ચૂંટણી પંચનો એવો પ્રયત્ન રહે છે કે, ઉમેદવારો અને રાજકીય ૫ક્ષો સાથેના તમામ હિતધારકોની સમાન તકને અડચણ ન ૫હોંચે અને નાણાંના દુરૂ૫યોગ જેવી કોઇ ગેરરીતિ દ્વારા ચૂંટણી પ્રક્રિયા દુષિત થાય નહિ. આ માટે દરેક ઉમેદવારો માટે રૂ.૪૦,૦૦,૦૦૦/- ની ખર્ચ મર્યાદા નિયત કરવામાં આવેલી છે તેમજ ઉમેદવારો દ્વારા થતાં ખર્ચ ૫ર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે જિલ્લાકક્ષાએ તથા વિધાનસભા મતદાર વિસ્તાર માટે ખર્ચ નિયંત્રણ અંગેની તમામ ટીમો કાર્યરત કરવામાં આવેલી છે. એવું જિલ્લા મેજીસ્ટ્રેટ  દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment